Nari Prahar

News Website

જીવલેણ કફ સિરપ કાંડ: મધ્યપ્રદેશમાં મૃત્યુઆંક 16 સુધી પહોંચ્યો

Views: 18
0 0

Read Time:1 Minute, 51 Second

SIT તમિલનાડુ ફેક્ટરીની તપાસ માટે રવાના: જબલપુર ગોડાઉન સીલ ,મધ્યપ્રદેશમાં કફ સિરપ પીવાથી બાળકોના મોતનો સિલસિલો ચાલુ છે. છિંદવાડા બાદ હવે બેતુલ જિલ્લામાં વધુ બે બાળકોના મોત થયા છે. ડૉ. પ્રવીન સોની દ્વારા અપાયેલી Coldrif કફ સિરપ લીધા બાદ બંનેની કિડની ફેલ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.આ સાથે રાજ્યમાં કુલ 16 બાળકોનાં મોત નોંધાયા છે.

તંત્રની કાર્યવાહી : છિંદવાડામાં 14 બાળકોના મોત બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. મૃતક પરિવારોને વળતર ચૂકવાયું છે અને આઠ બાળકો નાગપુરમાં સારવાર હેઠળ છે.ડ્રગ કંટ્રોલર ટીમે સમગ્ર રાજ્યમાં Coldrif સિરપના સ્ટોક પર કાર્યવાહી શરૂ કરી છે. જબલપુરમાં કાતારિયા ફાર્માસ્યુટિકલ્સના ડિસ્ટ્રીબ્યુટરના ગોડાઉનને સીલ મારવામાં આવ્યું છે.

SIT તમિલનાડુ રવાના: ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ માટે બનેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) તમિલનાડુ ફેક્ટરીની તપાસ માટે રવાના થઈ છે.

રિપોર્ટમાં ખુલાસો: નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લાના જણાવ્યા મુજબ, તમિલનાડુની ફેક્ટરીમાં બનાવાયેલી સિરપમાં 48.6 ટકા ડાયથેનોલ મળ્યું, જે કડક પ્રતિબંધિત કેમિકલ છે. ફેક્ટરી વિરુદ્ધ કાનૂની કાર્યવાહી શરૂ થઈ છે અને કફ સિરપ પર રાજ્યભરમાં પ્રતિબંધ લાગુ કરાયો છે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %