ભરૂચ જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવા માટે આરોગ્ય વિભાગ તરફથી 3૦ જાન્યુઆરી થી ૧૩ ફેબ્રુઆરી સુધી જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સાથોસાથ ભરૂચ જિલ્લામાં તા. ૮ ડિસે. થી શરૂ થયેલા રક્તપિત્ત દર્દી શોધ અભિયાન (LCDC)ની પૂર્ણાહૂતિ પણ કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લાના તમામ ગામોમાં આશા વર્કર અને આરોગ્ય ખાતાની ટીમ ઘરે-ઘર જઇ ઘરના દરેક સભ્યોની તપાસ કરી હતી. જેમાં કુલ ૩૪૨૯ જેટલા શંકાસ્પદ દર્દી મળી આવ્યા હતા. આ સમગ્ર અભિયાન દરમિયાન ગામના આગેવાનો અને લોકોમાં પણ આ રોગ પ્રત્યે વિશેષ જાગૃતિ જોવા મળતા આ અભિયાનને સારો પ્રતિસાદ મળ્યો હતો.
સમાજમાંથી રક્તપિત નાબુદ કરવાના આ અભિયાનમાં હકારાત્મક અભિગમ સાથે કુટુંબ અને દેશને રક્તપિત્ત મુકત કરવાની દિશામાં આરોગ્ય તંત્ર સતત કટિબદ્ધ છે. તા. ૦૮ ડિસેમ્બર ૨૦૨૫ થી ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ સુધી લેપ્રેસી કેસ ડિટેકશન કેમ્પેઈન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આશા અને પુરુષ વોલન્ટીયરનો સમાવેશ કરીને ૧૨૦૨ જેટલી ટીમો બનાવવામાં આવી હતી તેમના દ્વારા સર્વે કરી રક્તપિત્તના લક્ષણો ધરાવતા દર્દીઓ શોધી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ૩૪૨૯ શંકાસ્પદ આ ઝુંબેશમાં જિલ્લામાંથી રક્તપિત્તના ૧૨૫ નવા દર્દીઓ શોધી કાઢવામાં આવ્યા હતા. જેમાં ૫૮ દર્દીઓ ચેપી રક્તપિતના અને ૬૭ દર્દીઓ બીનચેપી રક્તપિતના મળી આવતાં તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લખનિય છે કે, લોકોને રક્તપિત વિશે જાણકારી આપીને જાગૃત કરવામાં આવી રહ્યા છે. વિશેષ ગ્રામ સભા યોજવામાં આવી હતી. જેમાં ગ્રામજનોને રક્તપિત વિશે માહિતી આપી હતી. જેમાં રક્તપિત્ત ના લક્ષણો અને તેની ૩૦ જાન્યુઆરી થી ૧૩ ફેબ્રુઆરીએ સુધી જિલ્લાના તમામ તાલુકાઓના સા.આ.કેન્દ્ર, પ્રા.આ. કેન્દ્ર તથા તમામ શહેરી-ગ્રામીણ વિસ્તારોમાં રકતપિત્ત નિર્મૂલન પ્રતિજ્ઞા, ગામના સરપંચના સંદેશ અને રક્તપિત્ત વિશે જાણકારી પ્રશ્નોત્તરી તેમજ રક્તપિત્ત જનજાગૃતિ પત્રિકાઓના વિતરણ અને વિવિધ પ્રવૃત્તિઓ સાથે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
ભરૂચ જિલ્લા રક્તપિત્ત અધિકારી ડો. પ્રિયંકા ભગતએ જણાવ્યું કે, હાલમાં રક્તપિત્તના નવા ૧૨૫ દર્દી શોધવામાં સફળતા મળી છે. જેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. આ રોગ સમયસરના નિદાન અને નિયમિત પૂરતી સારવારથી સંપૂર્ણપણે મટી શકે છે. આ રોગ વારસાગત નથી અને MDT ખૂબ જ અસરકારક છે અને વહેલી તકે નિદાનથી વિકલાંગતા નિવારી શકાય છે. ચેપી રક્તપિત્તમાં ૧૨ માસ એટલે એક વર્ષ અને બીનચેપી રક્તપિત્તમાં ૬ માસ સારવાર જરૂરી છે.






Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.