ભરૂચ – ગુરૂવાર – નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ભરૂચ ધ્વારા જણાવવામાં આવે છે કે વર્ષ: ૨૦૨૬-૨૭ માટે બાગાયત ખાતાની નવી ત્રણ યોજના ના.સરકાર શ્રી ધ્વારા અમલમાં મુકવામાં આવેલ છે. ૧ .બહુસ્તરીય પધ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ ૨.રાઈઝોમેટીક (આદુ, હળદર) પાકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્ર્મ તથા૩.ફળ પાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉપ્તાદન મેળવવાનો કાર્યક્રમ
આ ત્રણ યોજનાઓનો લાભ મેળવવા માટે જિલ્લાના ખેડુતો માટે તા.૨૦/૦૫/૨૦૨૬ થી તા. ૧૯/૦૬/૨૦૨૬ સુધી એક મહિના માટે આઇ ખેડૂત પોર્ટલ (I-Khedut) ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. જેથી કરીને વહેલા તે પહેલા ના ધોરણે યોજનઓનો લાભ લેવા માટે ઈચ્છુક ખેડુત મિત્રોએ તાત્કાલિક અરજી કરી દેવી.
નોંધ : આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરતાં પહેલા ખેડુતોએ નોંધણી કરવી ફરજિયાત છે, ત્યાર બાદ લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકાશે.
અરજી કરવા માટેની લિંક : https://ikhedut.gujarat.gov.in/site/ તેમ નાયબ બાગાયત નિયામકશ્રી ભરૂચની અખબારી યાદીમાં જણાવ્યું છે.






Average Rating
More Stories
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.
ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હવે નવા સરનામે કાર્યરત.