Nari Prahar

News Website

મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.

મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.
Views: 186
0 0

Read Time:1 Minute, 48 Second

2027ની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વ-ગણતરી પદ્ધતિથી ઓનલાઇન પોર્ટલ અને મોબાઇલથી માહિતી આપી શકાશે..

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનગણના-2027 અન્વયે પોતાની તથા પોતાના પરિવારની વિગતો વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઇન ભરીને સ્વ-વસ્તી ગણતરીની પ્રક્રિયાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો.

રાજ્યના લોકોને આજથી 31-05-2026 સુધીના નિર્ધારિત 15 દિવસમાં સ્વ-ગણતરી કરીને મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય કવાયતમાં સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કરાયો.

ઉલ્લેખનીય છે કે, વસ્તી ગણતરી-2027 સંપૂર્ણપણે ડિજિટલ મોડથી પોર્ટલ અને મોબાઇલ આધારિત કરવામાં આવી રહી છે. નાગરિકો se.census.gov.in પર જરૂરી માર્ગદર્શન મેળવીને તેમની માહિતી ઓનલાઇન સબમિટ કરી શકે છે.

ટેકનિકલ અને લોકસેવા સહાયસોશિયલ મીડિયા, સ્થાનિક મુખ્ય મામલતદાર કચેરીઓ, પાલિકા અને ગ્રામ પંચાયત સ્તરે નાગરિકોને માર્ગદર્શન આપવા માટે સહાયક કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે.જો કોઈને ઓનલાઈન સબમિટ કરવાના પ્રશ્ન થાય તો નજીકના મદદ કેન્દ્ર અથવા સહાય દ્વારા ટેકનિકલ સહાય આપવામાં આવશે.

se.census.gov.in પર વિડિઓ ટ્યૂટોરીયલ્સ, પ્રશ્નોત્તરી (FAQ) અને ડાઉનલોડ કરી શકાય તેવી માર્ગદર્શિકા ઉપલબ્ધ છે.

રિપોર્ટર :- તસ્લીમ પીરાંવાલા…ગુજરાત

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %