ભરૂચ – મંગળવાર – રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC), નવી દિલ્હીના માનનીય સભ્ય શ્રી પ્રિયાંક કાનુનગો આગામી તા.૨૨મી મે ૨૦૨૬ ના રોજ ભરૂચ જિલ્લાની મુલાકાતે પધારનાર છે. આ મુલાકાત દરમિયાન તેઓ જિલ્લામાં માનવ અધિકાર, સમાવેશી વિકાસ અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણની વિસ્તૃત સમીક્ષા કરશે. માનનીય સભ્યશ્રી દ્વારા ખાસ કરીને રોજગાર અને કૌશલ્ય વિકાસ, બાળ અધિકારો, જુવેનાઈલ જસ્ટિસ સિસ્ટમ, માનવ તસ્કરી નિવારણ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોના અધિકારો તેમજ પંચાયતી રાજ સંસ્થાઓની કામગીરી જેવા મહત્વના વિષયો પર સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત, નર્મદા વેલી સભ્યતા સાથે જોડાયેલા સાંસ્કૃતિક વારસાની જાળવણી અને સ્થાનિક સમુદાયોના પ્રશ્નો અંગે પણ તેઓ ફિલ્ડ વિઝિટ અને પરામર્શ કરી શકે છે.
આ હાઈ-પ્રોફાઈલ મુલાકાતના આગોતરા આયોજન અને સંકલન માટે ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં આજે ૧૨મી મે ૨૦૨૬ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે કલેક્ટર કચેરીના વી.સી. રૂમ ખાતે એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક તેમજ વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓને જરૂરી વિગતો અને રેકોર્ડ સાથે ઉપસ્થિત રહ્યા હતા
માનનીય સભ્યશ્રીને ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના સિટિંગ જજ સમકક્ષનો દરજ્જો અને સુવિધાઓ પ્રાપ્ત હોવાથી , સમગ્ર વહીવટી તંત્ર દ્વારા પ્રોટોકોલ અને સુરક્ષા વ્યવસ્થાના ચુસ્ત અમલીકરણ માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.






Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.