ભરૂચ જિલ્લામાં હાલ ચાલી રહેલી હાથીપગો રોગ મુક્તિ (Mass Drug Administration – MDA) કામગીરીના સઘન મૂલ્યાંકન અર્થે દિલ્હીની નેશનલ ટીમ દ્વારા નેત્રંગ તાલુકાની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પાયાની કામગીરીનું જાત-નિરીક્ષણ કર્યું હતું. ટીમ દ્વારા નેત્રંગ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) હેઠળના વિસ્તારોમાં ‘હાઉસ ટુ હાઉસ’ (H2H) વિઝિટ કરવામાં આવી હતી. દિલ્હી મેડિકલ કોલેજના ડાયરેક્ટર પ્રોફેસર ડૉ. સંજીવ તથા સિનિયર મેડિકલ ઓફિસર ડૉ. અદિતિએ ખાસ ઉપસ્થિત રહી કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે લોકોને રૂબરૂ મળીને દવાના સેવન અંગેની પૃચ્છા કરવામાં કરી હતી. ફિલ્ડમાં કામ કરતા આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો સાથે સીધો સંવાદ કરી તેમની કામગીરીનું નિરીક્ષણ કર્યું. દવા ગળવાની પદ્ધતિ અને રેકોર્ડ મેન્ટેનન્સની ચકાસણી કરવામાં પણ કરી હતી.
આ તકે, માર્ગદર્શન અને પ્રોત્સાહન આપતા નેશનલ ટીમના ડૉ. સંજીવે આશા બહેનો અને સ્ટાફની કામગીરીને બિરદાવી હતી અને હાથીપગા જેવા ગંભીર રોગને જડમૂળથી નાબૂદ કરવા માટે સો ટકા કામગીરી કરવા જરૂરી ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મુનિરા શુક્લાએ પણ સ્થાનિક ટીમને કોઈ પણ ક્ષતિ વગર કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી.
આ નિરીક્ષણ દરમિયાન જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી (CDHO) ડૉ. મુનિરા શુક્લા, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી (EMO) ડૉ. નિલેશ પટેલ, અને તાલુકા આરોગ્ય અધિકારી (THO) ડૉ. એ. એન. સિંગ પણ જોડાયા હતા.






Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.