– કૃષિ ક્ષેત્રના મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), ચાસવડ ખાતે દિલ્હીથી આયોજિત ‘પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના’નો જીવંત પ્રસારણ કાર્યક્રમ યોજાયો હતો. ખેડૂતોએ દિલ્હી ખાતેથી થતા પ્રસારણને નિહાળીને કેન્દ્ર સરકારની કૃષિને લગતી નવીન નીતિઓ અને ખેડૂતલક્ષી નિર્ણયો વિશે સીધી માહિતી મેળવી હતી. જીવંત પ્રસારણ બાદ, કેન્દ્ર પર ઉપસ્થિત નિષ્ણાતો દ્વારા ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓ જેમ કે કૃષિ સહાય, બિયારણ સબસિડી, પાક વીમા યોજના અને આધુનિક ખેતીની તકનીકો વિષે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી. KVK ચાસવડ દ્વારા આ પ્રકારના કાર્યક્રમોનું નિયમિત આયોજન કરીને ખેડૂત સમુદાયના જ્ઞાન અને આવકમાં વધારો કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.