નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ભરૂચના સક્રિય આયોજન હેઠળ ભરૂચ જિલ્લાના ખેડૂતો માટે મહત્તવપૂર્ણ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. બાગાયતી ક્ષેત્રની નવીનતમ તકનીકોથી વાકેફ કરવાના હેતુથી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની મુલાકાત ભરૂચ જિલ્લાના સામાન્ય, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખેડૂતોના આ પ્રતિનિધિ મંડળે ગણપત યુનિવર્સિટી, મહેસાણા ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પ્રદર્શનની મુલાકાત લીધી હતી. અહીં તૈયાર કરવામાં આવેલા વિવિધ સ્ટોલ્સ પર ખેડૂતોએ અત્યાધુનિક ફાર્મ મીકેનાઇઝેશન (ખેતીનું યાંત્રિકીકરણ) અને પ્રોસેસિંગ (પ્રક્રિયાકરણ) જેવા વિષયો અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી. આ મુલાકાતથી ખેડૂતોને ખેતીમાં ખર્ચ ઘટાડવા અને ઉત્પાદન વધારવા માટે આધુનિક સાધનોના ઉપયોગ વિશે માર્ગદર્શન મળ્યું હતું. આ ઉપરાંત, કોલેજ ઓફ હોર્ટિકલ્ચર, જગુદણ અને મસાલા સંશોધન કેન્દ્ર જેવા સંશોધન કેન્દ્રોની પણ મુલાકાત લીધી હતી. સંશોધન કેન્દ્રોના નિષ્ણાતો દ્વારા તેમને વિવિધ બાગાયતી પાકો અને મસાલાના પાકોના સંશોધન, ગુણવત્તા સુધારણા તેમજ રોગમુક્ત બિયારણ અંગે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા આયોજિત આ પ્રવાસ ખેડૂતોને આધુનિક ખેતીની દિશામાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરશે અને ભરૂચ જિલ્લામાં બાગાયતી પાકોના ઉત્પાદન અને પ્રક્રિયાકરણને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં મદદરૂપ થશે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.