Nari Prahar

News Website

અમૃત – મિશન ૨૦ યોજના હેઠળ અમલેશ્વર કેનાલ આધારિત પાણી પુરવઠા યોજનાના કામ માટે શ્રવણ ચોકડીથી શક્તિનાથ સર્કલ રોડ પર વાહન વ્યવહાર ડાયવર્ઝન

Views: 8
0 0

Read Time:2 Minute, 43 Second

ભરૂચ – આમુખ-૧ થી અમૃત – મિશન ૨૦ યોજના હેઠળ ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં અમલેશ્વર કેનાલ બ્રાચ આધારીત પાણી પુરવઠા યોજના હેઠળ (SSNNL) અંતર્ગત ગરેવેટી લાઈમ ૧૪૨૨ મીમી વ્યાસવાળી એમ.એસ. પાઈપલાઈન શ્રવણ ચોકડીથી શક્તિનાથ સર્કલ તરફ જતા મુખ્ય રોડ ઉપર નાંખવા તા.૪/૧૦/૨૦૨૫ થી તા.૨૪/૧૧/૨૦૨૫ સુધી રસ્તાને ડાયવર્ઝન આપવા બાબતે મુખ્ય અધિકારીશ્રી, ભરૂચ નગરપાલિકા, ભરૂચે જાહેરનામું પ્રસિધ્ધ કરવા અત્રે રજુઆત કરેલ હતી. આમુખ-ર થી બાબતે નીચે જણાવ્યા મુજબનાં રૂટ પર વાહન વ્યવહાર ડાયવર્ટ કરી જાહેરનામું પ્રસિધ્ધ કરવા બાબતે પોલીસ અધિક્ષકશ્રી ભરૂચે હકારાત્મક અભિપ્રાય આપેલ. પ્રતિબંધિત વાહન વ્યવહાર રૂટ – માતરીયા તળાવથી શ્રવણ ચોકડી તરફ જતો રસ્તો ડાયવર્ટ વાહન વ્યવહાર રૂટ- શ્રવણ ચોકડી ગણેશ ટાઉન શીપ – આલ્ફા સોસાયટી – આકાશદીપ સોસાયટી – નારાયણ સ્કવેર થઈ પંચવટી સોસાયટી લીંક રોડ થઈ માતરીયા તળાવ થઇ શકિતનાથ જઈ શકાશે . એન.આર.ધાધલ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ ગુજરાત પોલીસ અધિનિયમ,૧૯૫૧ ની કલમ-૩૩ (૧) (બી) અન્વયે, મળેલ સત્તાની રૂએ નીચે મુજબ આદેશ કરું છું કે. હુકમની તારીખથી તા.૨૪/૧૧/૨૦૨૫ સુધી રાત્રિનાં ૨૪ કલાક સુધી જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે ઉપરોક્ત જણાવ્યા મુજબનાં રૂટ પર વાહન વ્યવહાર માટે પ્રતિબંધ મૂકવા તથા દર્શાવેલ રૂટ પર વાહન વ્યવાર ડાયવર્ટ કરવા આથી હુકમ કરવામાં આવે છે. આ જાહેરનામાના આદેશનું ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ જાહેરનામાના ભંગ બદલ ફરીયાદ માંડવા પોલીસ હેડ કોન્સ્ટેબલથી ઉતરતી કક્ષાનાં ન હોય તેવા પોલીસ ખાતાના કર્મચારીશ્રી/અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.આર.ધાધલ દ્નારા મળેલી એક અખબારી યાદીમાં જણાવાયું હતું.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %