ચરોતર એજયુકેશન સોસાયટી આણંદના મંત્રીશ્રી કેતનભાઇ પટેલના સહયોગથી ડી એન સિનીયર સીટીઝન ફોરમની માસિક સભા 8 ઓકટોબર બુધવારના રોજ મળી હતી. ફોરમની બહેનોએ તાજેતરમાં જીલ્લા કક્ષાની યોજાયેલ ગરબા સ્પર્ધામા આઠ સ્પર્ધકો વચ્ચે રસાકસીપૂર્વક ભાગ લઇ પ્રથમ સ્થાન મેળવી ગૌરવ વધાર્યું છે. ગરબા સ્પર્ધાની ટીમના કન્વીનર હીનાબહેન ભાવસાર અને સહ કન્વીનર રક્ષાબેન પટેલે વિજેતા બનેલ ગરબો રજુ કર્યો હતો જેને સૌ સદસ્યોએ તાળીઓથી વધાવી લીધો હતો. આ તમામ બહેનોને સંસ્થા તરફથી લ્હાણી કારોબારી સદસ્યોએ વિતરીત કરી હતી. ચરોતર એજયુકેશન સોસાયટી 110 વર્ષ જુની શૈક્ષણિક સંસ્થા છે. આ સંસ્થા અને ફોરમ આંતર રાષ્ટ્રીય કક્ષાએ જાણીતા બને તે હેતુસર ફોરમના કારોબારી સદસ્ય અને કોમ્પ્યુટર તજજ્ઞ શ્રી હેમંતભાઇ પુરોહિતે ફોરમનું ડીજીટલ પ્લેટફોર્મ ફેઇસબુક પેજ બનાવ્યું છે. જે અંગે સવિસ્તર માહિતી શ્રી પુરોહિતે સદસ્યોને આપી હતી. આ સભામા ફોરમના મંત્રી શ્રી જી એન ભાવસાર અને મ્યુઝીકલ ગ્રુપના કલાકારોએ કરાઓકે મ્યુઝીકલ કાર્યક્રમ અંતર્ગત જુના ફિલ્મી ગીતો ભુલે બિસરે નગ્મે રજુ કર્યા હતા. જેમાં કલ્પના પટેલ અને મોનિકા લાઘાવાલાએ ગીતો રજુ કરી સિનીયર સીટીઝન સદસ્યોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સભાના પ્રમુખ સ્થાનેથી મહેશભાઇ પટેલે સ્વાગત પ્રવચનમા સૌને આવકાર્યા હતા અને આગામી દિવસો મા થનાર કાર્યક્રમોની માહિતી આપી હતી. આ કાર્યક્રમના દાતા શ્રી હરીશભાઇ ભટ્ટ, શ્રી આર કે સોની અને સાઉન્ડ ઓપરેટર પિયુષ પંચાલનું કારોબારી સદસ્યો એ બહુમાન કર્યુ હતું. આ સભામા વહેલા આવનાર સદસ્યોનો ડ્રો કરાયો હતો જેમાં વિજેતા બનેલ બે સદસ્યોને પ્રોત્સાહક ઇનામ આપવામા આવ્યું હતુ. સાથે સાથે સપ્ટેમ્બર-ઓકટોબર 2025 માસ દરમ્યાન જે સભ્યોનો જન્મ દિવસ આવતો હોય તેમને શુભકામના પાઠવવામા આવી હતી જેનું સંચાલન જ્યોત્સ્ના બહેન પ્રજાપતિએ કર્યુ હતુ. સભાના અંતે આભારવિધિ શ્રી વિપિનભાઇ પંડયાએ અને સંચાલન શ્રી જી એન ભાવસારે કર્યુ હતું.
(રિપોર્ટર, અનવર બહાદરપુરવાલા, આણંદ)





Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.