Nari Prahar

News Website

વિકાસ સપ્તાહ’ અંતર્ગત ભરૂચ ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્નારા ‘વિકાસ પદયાત્રા’ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

Views: 8
0 0

Read Time:1 Minute, 51 Second

ભરૂચ – માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘વિકાસ પદયાત્રા’ અને ‘સાંસ્કૃતિક કાર્યક્રમ-૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૧૦- ૧૦-૨૦૨૫ના શુક્રવારે સવારે ૯: ૩૦ થી ૧૦:૩૦ કલાક દરમ્યાન શક્તિનાથ સર્કલથી માતરિયા તળાવ સુધી વિકાસ પદયાત્રા યોજાશે. ત્યાર બાદ માતરિયા તળાવ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના નાગરિકોને સહભાગી થવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ તકે, મુખ્ય મહેમાન તરીકે સંસદસભ્ય શ્રી મનસુખભાઈ વસાવા અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાંસદિયા આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. તેમજ ભરૂચ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ શ્રી રમેશભાઈ મિસ્ત્રી, શ્રી અરુણસિંહ રાણા, શ્રી ઈશ્વરસિંહ પટેલ, શ્રી ડી. કે. સ્વામી, શ્રી રિતેશભાઈ વસાવા સહિતના જિલ્લાના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે. જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ, દ્વારા તમામ નાગરિકોને વિકાસ પદયાત્રામાં જોડાઈને અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આ ભવ્ય ઉજવણીમાં સહભાગી થવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %