કરજણ વિસ્તારના જલારામનગરની ગ્રીન પાર્ક સોસાયટીમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફીલીંગની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમીને આધારે કરજણ પોલીસે રેડ કરીને એક આરોપીને ઝડપ્યો છે.પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ (વડોદરા વિભાગ), પોલીસ અધીક્ષક સુશીલ અગ્રવાલ (વડોદરા ગ્રામ્ય) તેમજ નાયબ પોલીસ અધીક્ષક આકાશ પટેલ (ડભોઈ ડિવિઝન) દ્વારા “ઓપરેશન પરાક્રમ” અંતર્ગત તમામ અધિકારીઓને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.આ સૂચનાને અનુસંધાને કરજણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે. ભરવાડ દ્વારા સર્વેલન્સ ટીમને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.પેટ્રોલીંગ દરમિયાન આ.પો.કો.આરીફભાઈ અમીરભાઈ (બ.નં. 309)ને માહિતી મળી કે ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેવાસી રશીદ મુસાભાઈ પટેલ પોતાના મકાનમાં મોટી બોટલોમાંથી નાની બોટલોમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફીલીંગ કરે છે.માહિતીને આધારે પોલીસએ સ્થળ પર રેડ કરતા આરોપી રશીદ મુસાભાઈ પટેલ ગેસની મોટી બોટલમાંથી નાની બોટલોમાં બિનઅધિકૃત રીતે ગેસ ટ્રાન્સફર કરતો ઝડપાયો.પોલીસે સ્થળ પરથી 13 મોટી બોટલો, કુલ કિંમત રૂ. 3,02,730 અને રીફીલીંગ માટેના સાધનો રૂ. 8,100 મળી કુલ રૂ. 3,10,830નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.કરજણ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર : તસ્લીમ પીરાંવાલા, કરજણ





Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.