ભરૂચ – ગુરુવાર – અંકલેશ્વર નગર પાલિકા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે ગાંધીજયંતી નિમિત્તે સ્વચ્છતા હી સેવા અંતર્ગત નગર પાલિકાના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિતના અધ્યક્ષસ્થાને સ્વસ્થ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ત્રણ વોર્ડમાં શ્રેષ્ઠ સફાઈ બદલ સુપરવાઈઝર અને સફાઈ અભિયાનમાં યોગદાન આપનાર શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ નું સન્માન કરવામાં આવ્યું હતું. ગાંધીજયંતી નિમિત્તે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વસ્થ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંર્તગત સ્વચ્છતા રેલી , સ્વચ્છ વોર્ડ સ્પર્ધા સહીતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં શહેરની શૈક્ષણીક અને સામાજીક સંસ્થાઓ જોડાઈ હતી. સામાજિક સંસ્થા અને વિદ્યાર્થીઓએ નિબંધ લેખન અને રંગોળીની સ્પર્ધામાં ભાગ લીધો હતો. સાથે વિવિધ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.