Nari Prahar

News Website

થવા ખાતે ગ્રામ નિર્માણ કેળવણી મંડળના શૈક્ષણિક સંકુલમાં નશાબંધી અને આબકારી ખાતા દ્વારા લોકજાગૃતિ કેળવવા નશાબંધી કાર્યક્રમ ઉજવાયો

Views: 8
0 0

Read Time:3 Minute, 57 Second

ભરૂચ – ગુરુવાર- ભરૂચ જિલ્લા નશાબંધી સમિતિ તેમજ નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી દ્વારા તા.૨ ઓક્ટોબરથી તા.૮ ઓક્ટોબર દરમિયાન નશાબંધી સપ્તાહની ઉજવણી કરાશે. વ્યસનથી સમાજમાં અનેક પ્રકારના દુષણોનો જન્મ થાય છે. પરિણામે સમાજ અને રાષ્ટ્રને નુકસાન થાય છે. જે અંગે લોકજાગૃતિ કેળવવાના આશયથી ભરૂચ જિલ્લામાં નશાબંધી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાશે. આજરોજ તા.૨ ઓક્ટોબરના રોજ એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિધાલય થવાથી મહાત્મા ગાંધીજીના વિચારોને વરેલી સંસ્થા ખાતેથી નશાબંધી સપ્તાહનો પ્રારંભ કરાયો હતો. ગ્રામ નિર્માણ કેળવણી મંડળના શૈક્ષણિક સંકુલમાં નશાબંધી અને આબકારી તથા ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ પ્રા. લી.વાલીયા અને ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવાના સંયુક્ત ઉપક્રમે નશાબંધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે, નશો કોઇપણ વ્યક્તિ માટે નુકસાનકારક છે તે અંગે બ્રહ્માકુમારીઝના ઉર્મિલાબન અને ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ વાલિયાના એચ. આર. દેવેન્દ્રસિંહ કોસાડાએ વાતો કરી માર્ગદર્શન આપ્યું હતું. મહાત્મા ગાંધીજી અંગે મધ્યપ્રદેશથી પધારેલ ડો. પાલિવાલજીએ મહાત્મા ગાંધીના વિચારો અંગે વિદ્યાર્થીઓ સાથે વિસ્તૃત સંવાદ કર્યો. નશાબંધી અને આબકારી ખાતું ભરૂચ અને ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંસ્થાના જુદા – જુદા વિભાગોના શૈક્ષણિક, રમતગમત ક્ષેત્રે અને સાંસ્કૃતિક ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓને બહુમૂલ્ય ગિફ્ટ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. આજના કાર્યક્રમમાં 1500 જેટલા વિદ્યાર્થીઓ અને સ્ટાફ ઉપસ્થિત હતો. નશાબંધી અને આબકારી ખાતુ ભરૂચના અધિક્ષક શ્રી ભાવિન ચોલેરા સાહેબની ઉપસ્થિતિ સમગ્ર શૈક્ષણિક કેમ્પસ માટે પ્રેરણાદાયી બની રહી. આ પ્રસંગે નશાબંધી અને આબકારી ખાતાના અધિક્ષક શ્રી ભાવિન ચોલેરા, પીઆઇ અનિલ ગણાવા, મધ્યપ્રદેશથી પધારેલ વિદ્વાન ગાંધી વિચારક ડો. રાકેશકુમાર પાલિવાલ, ઇન્ટાસ ફાર્માસ્યુટિકલસ પ્રાઇવેટ લિમિટેડ વાલીયાના યુનિટ હેડ રમેશકુમાર ગુપ્તા, એચ આર દેવેન્દ્રસિંહ કોસાડા કોસાડા, સંસ્થાના મંત્રીશ્રી માનસિંહ માંગરોલા પ્રમુખશ્રી યોગેશભાઈ જોશી, ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ માંગરોલા, બીઆરએસ કોલેજના આચાર્ય ડો. દિનેશભાઈ ચૌધરી, બી.એડ કોલેજના આચાર્ય ડો. કૌશલભાઈ પારેખ ,એમ એસ ડબલ્યુ કોલેજના આચાર્ય ડો. વિનોદભાઈ સોનવણે, એકલવ્ય વિદ્યાલયના આચાર્ય પ્રવીણભાઈ પટેલ, બ્રહ્માકુમારીના ઉર્મિલાબેન અને સુનિતાબેન, શ્રીકૃષ્ણ આશ્રમ શાળાના આચાર્યા શ્રીમતી રંજનબેન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %