Nari Prahar

News Website

ભરૂચ જિલ્લામાં કો. ઓપરેટીવ ડીસ્ટ્રીક્ટ બેંક ભરૂચ સાથે સંયોજિત થયેલી ૪૫૦ સેવામંડળીઓના સભાસદોએ કૃતજ્ઞતા વ્યક્ત કરવા ૧ લાખ જેટલા પોસ્ટ કાર્ડ લખ્યા.

Views: 8
0 0

Read Time:3 Minute, 9 Second

ભરૂચ – બુધવાર- ભરૂચ જિલ્લાની ભરૂચ દુધસંઘ સાથે જોડાયેલા પશુપાલકો અને તેમના પરિવારજનોએ સહકાર ક્ષેત્રે કરેલી પહેલ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને પોસ્ટકાર્ડ લખી આભાર વ્યક્ત કર્યો હતો. એજ પ્રમાણે કો. ઓપરેટીવ ડીસ્ટ્રીક્ટ બેંક ભરૂચ સાથે સંયોજિત થયેલી ૪૫૦ સેવામંડળીઓના સભાસદોએ ૧ લાખ જેટલા પોસ્ટકાર્ડ લખી વડા પ્રધાનનો આભાર માન્યો હતો. આ અભિયાન દ્વારા સભાસદોએ વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ સહકાર મંત્રાલયની સ્થાપના, સહકાર ક્ષેત્રમાં નવીન પહેલો, GST સુધારાઓ અને સ્વદેશી ચળવળને પ્રોત્સાહન આપવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. ભરૂચ જિલ્લામાં દુધસંધ અને કો. ઓપરેટીવ ડીસ્ટ્રીક્ટ બેંક ભરૂચ સાથે જોડાયેલા સેવામંડળીઓના સભાસદો, પશુપાલકો અને તેમના પરિવારજનોએ જીએસટી દરમાં ઘટાડો, પશુપાલકો, ખેડૂતોના આર્થિક હિતનું રક્ષણ કરવા બદલ પોસ્ટ કાર્ડ લખી આભાર વ્યકત કર્યો હતો. આ પોસ્ટ કાર્ડમાં ખેડૂતોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અમેરિકાથી ડેરી અને કૃષિ ઉત્પાદનોની આયાત રોકવાના નિર્ણયથી પશુપાલકોને આત્મનિર્ભર થવાની શક્તિ મળશે જે માટે વડાપ્રધાનશ્રીનો આભાર માન્યો હતો. આ ઝુંબેશ અંતર્ગત કો. ઓપરેટીવ ડીસ્ટ્રીક્ટ બેંક ભરૂચ દ્નારા ૧ લાખ જેટલા પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે. આ તકે, આ પોસ્ટકાર્ડ ઝુંબેશ સેવા સહકારી મંડળીના સભાસદોએ માનનીય પ્રધાનમંત્રીશ્રીના દૂરંદેશી નેતૃત્વ અને રાષ્ટ્રના ગ્રામીણ વિકાસ માટેના સતત પ્રયાસોની સરાહના કરી હતી. આ તકે, નિકીતા અંકિત મોદીએ વડાપ્રધાનનો આભાર માનતા જણાવ્યું હતું કે, એક ગૃહિણી તરીકે એટલું જ કહીશ કે, જીએસટીદરમાં સુધારાઓથી મધ્મવર્ગ માટે ધણા લાભકર્તા થશે. જીએસટીમાં ધટાડો થવાના કારણે જીવનજરૂરીયાતની ચિજવસ્તુઓ સસ્તી થતા લોકોને ખરીદ શકિત વધશે. ખરીદ શકિતથી લોકોનું જીવનધોરણ ઉચું આવશે. નવરાત્રી, દીવાળી જેવા તહેવારોમાં જીએસટીમાં ધટાડો આપણા અર્થતંત્રને મજબૂત બનાવી તેને વેગ આપશે. અંતે, નિકીતા અંકિત મોદીએ આશા વ્યક્ત કરી હતી કે,આવા પ્રયાસો ભવિષ્યમાં પણ ગ્રામીણ ભારતને સશક્ત અને સમૃદ્ધ બનાવવામાં મદદરૂપ થશે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %