ભરૂચ- શુક્રવાર- જિલ્લા આયોજન ભવન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. સંકલન સમિતિની બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી અધિકારીશ્રીઓ પાસેથી જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ જવાબો મેળવ્યા હતા. તદુપરાંત સિંચાઇ, આરોગ્ય, શિક્ષણ, કૃષિ, પશુપાલન, પાણી પુરવઠા, જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે, ગામોને તાલુકા – જિલ્લા સાથે જોડતા રસ્તાઓની મરામત, જન કલ્યાણકારી યોજનાઓની સમીક્ષા કરી હતી. વિકાસ કાર્યોમાં વિલંબ ન થાય તે માટે વિભાગોએ એકબીજા સાથે સંકલન જાળવી કાર્ય કરવાની ખાસ સૂચના આપી હતી. ગ્રામ સ્વાગત, તાલુકા સ્વાગત, ઈ – સરકારની કામગીરીની અમલવારી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લાના તમામ અમલીકરણ વિભાગોના અધિકારીશ્રીઓએ જનકલ્યાણકારી યોજનાઓને પારદર્શિતા સાથે અમલમાં મૂકી પ્રજાને સીધો લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવું જોઈએ. તેમણે અધિકારીઓને સામાન્ય નાગરિકોની ફરિયાદોને સંવેદનશીલતાથી લઈને તેનો ઝડપી ઉકેલ લાવવાનો ઉપર ખાસ ભાર મૂક્યો હતો. તેમજ સંકલન સમિતિના સર્વે અધિકારીઓને જનપ્રતિનિધિઓના પ્રશ્નોનો પ્રત્યુતર સમય મર્યાદામાં પાઠવવા તાકીદ કરી હતી. જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, ધારાસભ્ય સર્વેશ્રી રમેશ મિસ્ત્રી, રિતેશ વસાવા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસે પોલીસ અધિક્ષક શ્રી, નિવાસી અધિક કલેકટર શ્રી એન.આર.ધાધલ સહિત સંકલન સમિતિના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.