ભરૂચ- શુક્રવાર- ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કુડાદરા ગામે ધારાસભ્યશ્રી ઈશ્વર પટેલના અધ્યક્ષસ્થાને સ્વૈચ્છિક શ્રમદાનનો કાર્યક્રમ યોજાયો હતો. સ્વચ્છોત્સવ થીમ અંતર્ગત સ્વચ્છતાના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. “એક પેડ માં કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, કારોબારી અધ્યક્ષશ્રી, સભ્યશ્રીઓ, મામલતદાર હાસોટ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, અધિકારીશ્રીઓ, સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, તલાટી, ગ્રામજનો તેમજ SBMના કર્મચારીઓ હાજર રહ્યા હતા.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.