Nari Prahar

News Website

દુમાડ ચોકડી ક્રોસ કરી અમદાવાદ તરફ જતા પ્લાસ્ટીક બેગોની આડમાં લઇ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ વિશાળ માત્રામાં શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ…

Views: 8
0 0

Read Time:2 Minute, 9 Second

ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા વિભાગ પોલીસ સંદીપસિંહ મહાનિરીક્ષક તેમજ પોલીસ મહાઅઘીક્ષક સુશીલ અગ્રવાલ વડોદરા ગ્રામ્ય તેમજ કે.આર.સિસોદીયા, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. વડોદરા ગ્રામ્યનાઓ દ્રારા તાબાના અધિકારી તથા સ્ટાફને વધુ માં વધુ વિદેશી દારૂના પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા અર્થે તેમજ વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસરકારક કામગીરી કરી કેસો શોધી કાઢવા જરૂરી સુચના/ માર્ગદર્શન આપેલ જે અન્વયે આજરોજ મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હે.કો દેવરાજસિંહ પ્રવિણસિંહ બ.નં.૧૦૫૦ તથા હે.કો શકિતસિંહ મહેન્દ્રસિંહ બ.નં.૧૦૩૭ તથા હે.કો સિધ્ધરાજસિંહ સતુભા બ.નં.૧૦૭૬ નાઓને સંયુકતરીતે બાતમી મળેલ કે એક ટ્રક દુમાડ ચોકડી ક્રોસ કરી અમદાવાદ તરફ જનાર છે. જે બાતમી આધારે ટ્રક નં.RJ-06-GB-6025 આવતા ચેક કરતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ ૧૬,૫૧૨/- કુલ કિ રૂ.૧,૨૧,૫૮,૮૮૦/- તથા ચોખાની વેસ્ટ ફોતરી ભરેલ પ્લાસ્ટીકની બેગ નંગ-૨૯૦ કિ રૂ.૦૦ તથા તાડપરી નંગ – ૧,૦૦૦/- તથા મોબાઇલ ફોન -૦૩ કિ રૂ.૧૬,૦૦૦/- તથા ટ્રક કિ રૂ.૧૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ રૂ.૧,૩૬,૭૫,૮૮૦/- નો કુલ મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. ઉપરોકત પ્રોહીબીશનના ગુનાના કામે કાયદેસરની કાર્યવાહી કરી મંજુસર પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરાવવામાં આવેલ છે….

રિપોર્ટર :- તસ્લીમ પીરાંવાલા…

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %