આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
“સ્વદેશી” વસ્તુઓની સાથે આપણું “સ્વદેશી” શાસ્ત્ર આયુર્વેદ ને પણ પ્રયોગમાં લાવવા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીએ અનુરોધ કર્યો.
ભરૂચ – આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર અને નિયામક શ્રી આયુષ ની કચેરી ગાંધીનગરના માર્ગદર્શનથી જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીની કચેરી ,જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા દસમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ”ની ભવ્ય ઉજવણી સરસ્વતી વિદ્યાલય ટ્રસ્ટના સહયોગથી વેજલપુર સરસ્વતી વિદ્યાલય ખાતે કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાંની શરૂઆત આયુર્વેદ પ્રવર્તક ભગવાન ધન્વન્તરિના પૂજનથી કરવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત મહેમાનોના સ્વાગત અને સન્માન માટે “આયુષ કીટ” આપવામાં આવી હતી. જેમાં સરળ અને અસરકારક આયુર્વેદિક પદ્ધતિઓને અપનાવવા અને પ્રોત્સાહિત કરવા દિનચર્યામાં ઉપયોગી એવી આયુષ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.કાર્યક્રમના મુખ્ય અતિથી શ્રી જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ડોક્ટર આમ્રપાલીબેન એ કહ્યું આયુર્વેદ એ પ્રાચીન વારસો છે, “સ્વદેશી” વસ્તુઓની સાથે આપણું “સ્વદેશી” શાસ્ત્ર આયુર્વેદ ને પણ વધુમાં વધુ પ્રયોગમાં લાવીએ. હવે યુગને અનુરૂપ વિશ્વફલક પર આયુર્વેદ ને લઇ જવા માટેના પ્રયત્નો સરકારશ્રી દ્વારા હાથ ધરવામાં આવેલ છે. હાલમાં ચાલતા પોષણ માહ અભિયાન આયુષના યોગદાન માટે આયુર્વેદ શાખા, ભરૂચ દ્વારા બાળકોને શિક્ષણ સાથે આરોગ્ય અને આયુર્વેદની સમજ મળે તે હેતુસર “આયુર્વેદ ની એબીસીડી” “આયુર્વેદ નો ક્ક્કો” અને “૩૦ સુટેવો” વિષયક બેનર પોસ્ટરનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમની સાથોસાથ આયુર્વેદ ના વિવિધ વિષયો પરની પ્રદર્શની અને “મહિલા પ્રકૃત્તિ પરિક્ષણ કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યુ હતુ. અંદાજે ૨૦૦ થી વધુ લોકોએ પ્રદર્શનીનો લાભ લીધો હતો. તથા બહેનોના પ્રકૃત્તિ પરિક્ષણ કરીને તેમના સ્વાસ્થ્ય અંગે સમજ આપવામાં આવી હતી. આયુર્વેદ શાખા દ્વારા કાર્યક્રમમાં હાજર લોકોને શરદ ઋતુને અનુરૂપ પિત્તશામક ધાન્યક-મિશ્રેયા પાનકનું પાન કરાવવામાં આવ્યો હતો.ભરૂચ જિલ્લામાં ભરૂચ (સરસ્વતી વિદ્યાલય વેજલપુર), અંકલેશ્વર (સિનિયર સિટીઝન એક્ટિવિટી હોલ,GIDC) અને વાલિયા(ગ્રામ પંચાયત ઓફિસ દેસાડ) ખાતે જુદા ત્રણ સ્થળોએ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ તકે મેડિકલ ઓફિસર આયુર્વેદ સિવિલ હોસ્પિટલ, કવીઠા ભેંસલી તથા દેવલાના મેડિકલ ઓફિસર શ્રી એ સેવા આપી હતી. આ ઉપરાંત આયુર્વેદ શાખાના આયુર્વેદ અને હોમીયોપથી મેડિકલ ઓફિસરશ્રીઓ, નર્સીંગ સ્ટાફ, વિદ્યાર્થીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.





Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.