
અમદાવાદ: શહેરમાં દોડતી એ.એમ.ટી.એસ. બસમાં 10 દિવસ પહેલા ભીડનો લાભ લઈ મહિલા મુસાફરોના પર્સમાંથી સોનાનું મંગળસૂત્ર અને કાનની સેરની ચોરી થઈ હોવાની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
આ ફરિયાદના આધારે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સીસ મારફતે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાતમી મળી હતી કે ચોરી કરનાર ઈસમ માણેકચોક ખાતે ચોરીના દાગીના વેચવા જવાનો છે.
આ બાતમીના આધારે વોચ ગોઠવી આરોપી કરણ સ/ઓ ગણપતભાઈ બચુભાઈ વાંસપોળા, ઉ.વ. 33, રહે.જશોદાનગર, વટવા, અમદાવાદને સોનાનું મંગળસૂત્ર અને સોનાની કાનની સેર કિં.રૂ.1,50,600/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી સંપૂર્ણ મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો છે.
આ કાર્યવાહી દરમિયાન નરોડા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. 1119103526054/2026 બી.એન.એસ. કલમ 303(2) મુજબ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે નરોડા પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ કરવામાં આવી છે.

Leave a Reply