ખાઈ ખાઈ ને ખૂંટિયા થયા છે, કે ખૂંટિયા ખાવા માટે ઝઘડો કરી રહ્યા છે..???
સુધીર ને રસ નથી,ને જુનો ખૂબ રસિક છે,એટલે ગારિયાધાર તાલુકામાં વિકાસની દશા તો ભ્રષ્ટાચાર યુક્ત ખૂંટિયા ના હાથમાં છે..!!
ગારિયાધાર ની ઓળખ આપવા લખવા કે બોલવાની જરૂર ના હોય તસવીરો બોલે છે કે આ ગારિયાધાર છે. કોઈ વિસ્તર નો વિકાસ હજુ ખૂંટિયા ખાય ને ખાતા વધે એટલો વિકાસ થાય, એક ખૂંટિયા નો સરદાર નામશેષ કરવા સહિયારો પ્રયાસ થયો,પણ ખૂંટિયો નગર પાલિકા નું શાસન બનતા આખલા જેવો થયો, ભ્રષ્ટાચાર કરી ને માતેલા સાંઢ જેવી થયો હોય ત્યારે રોડે ચડે તો પણ શિંગડે ચડાવે..!!
સુધીર વાઘાણી ની જીત બાદ ચૂંટણી માં રસ હતો એટલો જન સંપર્ક કે વિકાસમાં રસ નથી,નીરસ રાજનીતિ ના કારણે ફરી ખૂંટિયા રોડે ચડ્યા ને વિકાસને શીંગડે ચડાવવા લાગ્યા છે.ગામના ભાગે,પ્રજાના ભાગે તો વિકાસના નામે ભ્રષ્ટાચાર, ગારિયાધાર નો વિકાસ એટલે લારી કે ફૂટપાથ ઉપર મળતા ગંજી જાંગીયા જેવો, “આજે પહેરો,કાલે ધોવો ને તરતજ રોવો” પોતા કરવામાં કામ ના આવે એવો વિકાસ આ તસવીરો બયાન કરે છે,બે વિકાસ પુરુષ રોડે ચડ્યા ને કરી રોડ વચ્ચે જમાવટ..રોડ બ્લોક કર્યો ને રોડના રાજા બની ગયા..!!!
રસ્તો સાંકડા છતાં રોડ કરતા ખાડા મોટા,ખાડા ખાબોચિયા નો પાર નહીં ને ખૂંટિયા વિકાસ કરવા ઝઘડે ત્યારે લોકો ને રાહદારીઓ ને જાવું ક્યાં..?? આ ખૂંટિયા ની ઝપટે ચડે તો ગારિયાધાર હોસ્પિટલ માં પૂરતો સ્ટાફ નહીં હોવાના કારણે ભાવનગર હોસ્પિટલ માં દાખલ કરવા પડે,આ “મજબૂરી નું નામ મહાત્મા ગાંધી છે”
—





Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.