પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય કેન્દ્ર, લાયન્સ ક્લબ ઓફ ગોધરા તથા પંચમહાલ પત્રકાર એકતા પરિષદ ના સમન્વયથી બ્રહ્માકુમારી કેન્દ્ર છારીયા ખાતે દિવ્ય રક્ષાબંધન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. કુદરતના સાનિધ્યમાં ચારે બાજુ લીલી હરિયાળી ડુંગરાળ વિસ્તારની મધ્યમાં આવેલ બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે રક્ષાબંધનનો અલૌકિક કાર્યક્રમ સંપન્ન થયો હતો. બ્રહ્માકુમારી ના બીકે સુરેખા દીદી તથા બીકે રતન દીદી એ રક્ષાબંધન પર્વનો મહિમા સમજાવ્યો હતો. વધુમાં બીકે સુરેખા દીદી એ જણાવ્યું હતું કે વર્તમાન સમય એકતા અને વિશ્વાસના વાતાવરણની ઘણી જરૂરિયાત છે જે આધ્યાત્મિકતાથી જ શક્ય બની શકે તેમ છે જેનો દિવ્ય સંદેશો પાઠવ્યો હતો. અત્યારના સમયમાં મહેનત વગર કઈ પ્રાપ્તિ થતી નથી. મન સ્વસ્થ રહે, તન તંદુરસ્ત રહે,ધનથી સંપન્ન, પારિવારિક સુખ રહે આમ તન મન ધન આ ચાર પ્રકારનું સુખ હોય તો જ સાચું સુખ કહેવાય. એકાગ્ર ચિત માટે યોગ સાધના ની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે લાયન્સ ક્લબના સભ્યો તથા પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. —
Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.