ફરીયાદી: એક જાગૃત નાગરિક આરોપી: (૧) હિરલબેન નવીનચંદ્ર ધોળકીયા, તલાટી – પાલનપોર ગામ અને ચાર્જમાં અડાજણ ગામ, વર્ગ- ૩, રહે. મકાન નં. ૬, હરિકુંજ – ૨, નાના વરાછા, સુરત(૨) કાંતિભાઇ ગોવિંદભાઇ પટેલ, (ખાનગી વ્યક્તિ) રહે. માસ્તર ફળીયું, જુનાગામ, તા.ચોર્યાસી, જી.સુરત. ગુનો બન્યા : તા.૧૩/૧૧/૨૦૨૦*લાંચની માંગણીની રકમ : રૂપિયા ૧,૦૦૦/-લાંચ સ્વીકારેલ રકમ : રૂપિયા ૧,૦૦૦/-લાંચની રીકવર કરેલ રકમ: રૂપિયા ૧,૦૦૦/-ગુનાનુ સ્થળ : સીટી તલાટી ની ઓફિસ, અડાજણ ગામ, દાળીયા સ્કુલની બાજુમાં, સુરત શહેર ગુનાની ટુંક વિગત : આ કામના ફરીયાદીના મિત્રનું પેઢીનામું બનાવવાનું હોય, જે માટે ફરીયાદી અડાજણ ગામ સીટી તલાટીની ઓફીસે જતા આ કામ આરોપી નં. (૨) નાઓએ ફરીયાદીના મિત્રનું પેઢીનામું બનાવવી આપવા પ્રથમ રૂપિયા ૧,૫૦૦/- નક્કી કરેલ અને રકઝકના અંતે રૂપિયા ૧,૦૦૦/- લાંચની રકમ આપવાના નક્કી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. નો સંપર્ક કરી ફરીયાદ આપતા જે આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા, છટકા દરમ્યાન આ કામના આરોપી નં.(૨) નાઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, આરોપી નં. (૧) નાઓએ સમંતિ આપી, આરોપી નં. (૨) નાઓએ આ લાંચની રકમ સ્વીકારી આરોપી નં. (૧) અને (૨) નાઓએ એકબીજાની મદદગીરી કરી ગુનો કર્યો વિગેરે બાબત. નોંધ : ઉપરોક્ત બન્ને આરોપીઓને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. ટ્રેપીંગ અધિકારી : શ્રી એસ.એન. દેસાઇ, પોલીસ ઇન્સ્પેક્ટર સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. અને એ.સી.બી. સ્ટાફ
એ.સી.બી.ની સફળ ટ્રેપ..
Views: 90

Read Time:2 Minute, 13 Second





Average Rating
More Stories
ભૂંડ પકડતા ભરૂચના વિસ્તારોથી વાકેફ, સગા સંબંધી પાસેથી ચોરી કરતા શીખ્યા, સિકલીગર ગેંગના બે માસિયાઈ ભાઈની ક્રાઇમ સ્ટોરી
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઈન છેતરપિંડી કરતો આરોપી ગઠીયો ઝડપ્યો
પતિ મેળવવાની અંધશ્રદ્ધામાં ફસાઈ હિંદુ મહિલા, અંકલેશ્વરમાં મૌલવી દ્વારા બની દુષ્કર્મનો ભોગ.