ભરૂચ – સોમવાર – રાજ્યમાં આજે સોમવારે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા (HSCE) મુખ્ય પરીક્ષા- ૨૦૨૬નું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતા રાજ્યનું કુલ પરિણામ ૯૨.૭૧ ટકા આવ્યુ છે. જેને અનુસંધાને ભરૂચ જિલ્લાની તો જિલ્લાનું ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૦. ૭૧ ટકા આવ્યુ છે.
જ્યારે ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું રાજ્યનું પરિણામ કુલ ૮૪.૩૩ ટકા આવ્યુ છે જેની સામે ભરૂચ જિલ્લાનું પરિણામ જોઈએ તો, ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૮૦.૫૯ ટકા પરિણામ આવ્યુ છે. ભરૂચ જિલ્લામાં ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના નોંધાયેલા કુલ ૨૯૭૨ નિયમિત વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. જેમાંથી ૨૩૯૫ વિદ્યાર્થીઓ પાસ થતા જિલ્લાની ટકાવારી ૮૦.૫૯ નોંધાઈ છે. આ પરિણામ ગત વર્ષ ૨૦૨૫ની તુલનાએ જોઈએ તો ગત વર્ષે જિલ્લાનું પરિણામ ૭૯.૬૬ ટકા આવ્યું હતું. જેની સામે આ વર્ષનું પરિણામમાં 0.૯૩ ટકાનો વધારો નોંધાયો છે. જિલ્લાનું ગ્રેડ પ્રમાણે પરિણામ પર એક નજર કરીએ તો, જિલ્લામાં એ-૧ ગ્રેડમાં આ વર્ષે ૪૧ વિદ્યાર્થીઓ આવ્યા એ-૨ ગ્રેડમાં ૨૫૧ વિદ્યાર્થીઓ આવ્યા છે. બી-૧ ગ્રેડમાં ૪૩૯ અને બી-૨ માં ૫૧૩ વિદ્યાર્થીઓ આવ્યા છે. ભરૂચ જિલ્લામાં ઝાડેશ્વર કેન્દ્રનું સૌથી વધુ ૮૮.૪૧ ટકા રિઝલ્ટ નોંધાયું છે.
છેલ્લા બે વર્ષમાં જિલ્લાના ધો. ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામ પર નજર કરીએ તો, વર્ષ ૨૦૨૫માં ૭૯.૬૬ ટકા, ૨૦૨૬માં ૮૦.૫૯ ટકા પરિણામ આવ્યુ છે.
ધો. ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામની પણ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આતુરતાપૂર્વક ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી, આજે રિઝલ્ટ આવતા જ ઉત્સુકતાનો અંત આવ્યો છે. જિલ્લામાં ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં કુલ ૮૫૫૫ નિયમિત વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૭૯૭૧ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થતા ૯૩.૩૭ ટકા પરિણામ આવ્યુ છે.
જિલ્લામાં ગ્રેડ પ્રમાણે પરિણામની વાત કરીએ તો, ૭૧ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડમાં ઝળક્યા છે. જ્યારે એ-૨ ગ્રેડમાં ૪૫૪ વિદ્યાર્થીઓ, બી-૧ ૧૦૭૩ અને બી-૨ ગ્રેડમાં ૧૮૪૩ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ભરૂચ જિલ્લાનું માર્ચ ૨૦૨૬ ની પરીક્ષાનું સામાન્ય પ્રવાહનું પરિણામમાં કુલ ૧૦ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ ૧૦૦ ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે. જ્યારે ભરૂચ જિલ્લાની બે સરકારી માધ્યમિક વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં એક શાળામાં ૭૬% અને બીજી શાળામાં ૮૯% પરિણામ આવેલું છે.






Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.