ભરૂચ – બુધવાર – રાજ્ય સમસ્તમાં જાહેર થયેલા ધોરણ-૧૦ના પરિણામમાં ૮૪.૧૫ ટકા પ્રાપ્ત કરી ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યુ છે.ઉત્તિર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા અભિનંદન પાઠવાયા છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૬ માં લેવાયેલી માધ્યમિક (એસ.એસ.સી) બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
જેમાં ભરૂચ જિલ્લામાં કુલ ૩૨ કેન્દ્રો ખાતે ૧૯ હજાર ૨૯૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી કુલ ૧૫ હજાર ૯૨૮ વિદ્યાર્થીઓ પાસ થયા છે.
આ ૩૨ કેન્દ્રોમાં અનુક્રમે (૧) આમોદમાં ૬૦.૯૪ ટકા પરિણામ, (ર) અંકલેશ્વરમાં ૮૩.૫૨ ટકા પરિણામ, (૩) GIDC અંકલેશ્ર્વરમાં ૯૨.૯૬ ટકા પરિણામ, (૪) અંકલેશ્વર – ૨ માં ૮૭.૯૨ ટકા પરિણામ, (૫) અંકલેશ્વર – ૩માં ૭૧.૮૧ ટકા પરિણામ, (૬) ભરૂચમાં ૭૩.૮૯ ટકા પરિણામ, (૭) ભરૂચ – ૨માં ૭૦.૪૭ ટકા પરિણામ, (૮) ભરૂચ – ૩માં ૮૫.૭૮ ટકા પરિણામ, (૯) ભરૂચ – ૪માં ૮૭.૭૯ ટકા પરિણામ, (૧૦) હાંસોટમાં ૮૭.૭૩ ટકા પરિણામ અને (૧૧) જંબુસરમાં ૭૨.૨૬ ટકા પરિણામ જાહેર કરાયું છે. (૧૨) ઝઘડિયામાં ૮૪.૮૩ ટકા (૧૩) પાલેજમાં ૯૨.૨૪ ટકા ( ૧૪ ) વાલિયામાં ૮૭.૫૫ ટકા ( ૧૫ ) નબીપુરમાં ૯૩.૨૦માં ( ૧૬ ) વાગરામાં ૭૨.૮૦ ટકા ( ૧૭ ) નેત્રંગમાં ૯૦.૩૩ ટકા ( ૧૮ ) સામલોદમાં ૮૯.૬૦ ટકા (૧૯) ટંકારીયામાં ૮૫.૧૮ ટકા (૨૦) કરમાડમાં ૯૪.૨૭ ટકા ( ૨૧ ) નાહિયેરમાં ૯૭.૮૮ ટકા ( ૨૨ ) રાજપારડીમાં ૮૨.૪૦ ટકા ( ૨૩ ) દહેજમાં ૮૮.૧૬ ટકા ( ૨૪ ) શુકલતીર્થમાં ૭૮.૬૫ ટકા (૨૫) ત્રાલસામાં ૭૯.૦૫ ટકા (૨૬) દરિયામાં ૯૨.૭૪ ટકા (૨૭) ડહેલીમાં ૯૧.૩૮ ટકા ( ૨૭ ) જાગેશ્ર્વરમાં ૯૫.૪૮ ટકા (૨૮) અંદાડામાં ૮૪.૧૮ ટકા (૨૯) નહારમાં ૯૧.૪૭ ટકા ( ૩૦ ) થવામાં ૯૦.૪૪ ટકા ( ૩૧ ) ગજેરામાં ૮૪.૬૪ ટકા પરિણામ જાહેર કરાયું છે.
જિલ્લામાં ધોરણ ૧૦ની ૧૦૦ ટકા વાળી કુલ ૬૫ શાળાઓનો સમાવેશ થયો છે. ૩૦ ટકા વાળી કુલ ૦૭ શાળાઓનો સમાવેશ થયો છે. ૦ ટકા વાળી કુલ ૦૧ શાળાઓનો સમાવેશ થયો છે.
ભરૂચની ગ્રાન્ટ ઇન એડ ૫૫ શાળાઓએ સો ટકા પરિણામ મેળવેલ છે અને ૧૦ સરકારી શાળાઓએ સો ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૬મા લેવાયેલ પરીક્ષાના ઉત્કૃષ્ટ પરિણામ બદલ, ભરૂચ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા શિક્ષણાધીકારી દ્વારા આ તમામ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી છે.






Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.