ભરૂચ – શુક્રવાર – ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ ધ્વારા આગામી તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનના દિવસે ગરમીને ધ્યાને લઇ મતદાનના દિવસે તમામ મતદાન મથકો ખાતે પ્રાથમિક સારવાર કીટમાં જરૂરી દવાઓ અને ORS ( એક ચિઠ્ઠીમાં ORS દ્રાવણ બનાવવાની રીત સહિત) સાથે મુકવામાં આવનાર છે. જેથી કોઈ મતદારને ગરમીની હિટવેવની અસરને કારણે કઇ તકલીફ થાય તો તાત્કાલીક પ્રાથમિક સારવાર આપી શકાય તેમજ આકસ્મિક સંજોગો દરમિયાન ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ રહેશે. હિટવેવ દરમ્યાન ધ્યાનમાં રાખવાની આરોગ્ય વિષયક માર્ગદર્શિકા પણ દરેક ડિપાર્ટમેન્ટને મોકલેલ છે.
વધુમાં તા.૨૫/૦૪/૨૦૨૬ અને તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ અત્રેના જિલ્લાના તમામ ડિસ્પેચિંગ અને રીસીવિંગ સેન્ટર ખાતે આરોગ્ય વિષયક કામગીરી કરવા માટે અલગથી મેડીકલ ટીમના હુકમો કરવામાં આવેલ છે તથા તા.૨૮/૦૪/૨૦૨૬ના રોજ મત ગણતરીના દિવસે શ્રી કે જે પોલીટેકનીક કોલેજ, ભોલાવ, ભરૂચ ખાતે પણ મેડિકલ ટીમની વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમજ પ્રોજેક્ટ કોઓડીનેટરશ્રી, ૧૦૮-સર્વિસીસ, ભરૂચને આકસ્મિક સંજોગો” દરમિયાન ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ રાખવા જણાવેલ છે. તેમ ઉપરોક્ત તમામ વિગતો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લા પંચાયત ભરૂચ દ્વારા આપેલ એક અખબારીયાદીમાં જણાવેલ છે.






Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.