ભરૂચ – સોમવાર – ગુજરાત રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/ પેટા ચુંટણીઓ એપ્રિલ-૨૦૨૬ તા.૦૧/૦૪/૨૦૨૬ના રોજ જાહેર કરવામાં આવેલ છે. જે પૈકી ચૂંટણી હેઠળના વિસ્તારોમાં તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતદાન થનાર છે. મતદાનની આ પ્રક્રિયામાં નોગરીકો ઉત્સાહ પૂર્વક ભાગ લઇ લોકશાહીમાં પોતની ભાગીદારી નોંધાવે તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ છે.
જિલ્લાના મતદાતાઓમાં જાગૃતિ લાવવા માટે સ્વીપ પ્રવૃતિ અંતર્ગત જિલ્લાની વિવિધ શાળાઓમાં ફુલ શણગાર સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, પોસ્ટર મેકિંગ, બ્લેક બોર્ડ ડિઝાઇનિંગ તેમજ મતદાન જાગૃતિ રેલી જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. શાળાના છાત્રોએ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ લોકોને મતદાન કરવા પ્રેરણા પૂરી પાડી હતી.






Average Rating
More Stories
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.