Nari Prahar

News Website

ભરૂચમાં ૨૮મી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરીને પગલે અંકલેશ્વરમાં ટ્રાફિક ડાયવર્ઝન જાહેર..

ભરૂચમાં ૨૮મી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરીને પગલે અંકલેશ્વરમાં ટ્રાફિક ડાયવર્ઝન જાહેર..
Views: 20
0 0

Read Time:3 Minute, 4 Second

ભરૂચ – શનિવાર – આમુખ-૧ થી આગામી તારીખ:૨૮/૦૪/૨૦૨૬ નાં રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ મતગણતરીનાં દિવસે અંક્લેશ્વર શહેર ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં (૧) નગરપાલિકા ચૂંટણી મતગણતરી આદર્શ હાઇસ્કુલ ખાતે તથા (૨) તાલુકા/જિલ્લા પંચાયત ચૂંટણીની મતગણતરી ઇ.એન.જીનવાલા હાઇસ્કુલ ખાતે થનાર છે. જેથી ઉપરોક્ત મતગણતરીનાં સ્થળો ઉપર ટ્રાફિકનું ભારણ વધુ પ્રમાણમાં રહેવાની શક્યતા હોય જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી માટે નીચે દર્શાવેલ રૂટ મુજબ વાહન વ્યવહાર રૂટ ડાયવર્ઝન આપવા અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષકશ્રી, ભરૂચે અત્રે રજૂઆત કરેલ છે.

પ્રતિબંધિત વાહન વ્યવહાર માર્ગમાં ૧ – પિરામણ નાકાથી સર્કલ ત્રણ રસ્તા તરફ જતો રોડ. જેનો ડાયવર્ટ વાહન વ્યવહાર રૂટ – પિરામણ નાકા થઇ નવીનગરી થઇ ઓ.એન.જી.સી. બ્રીજ તરફ છે. २ – કેશવ પાર્કથી જીનવાલા સ્કુલ થઇ પિરામણ નાકા રોડ. જેનો ડાયવર્ટ વાહન વ્યવહાર રૂટ – કેશવ પાર્ક થઇ સુરતી ભાગોળ થઇ ભરૂચી નાકા થઇ હાંસોટ રોડ તરફ. અને 3 – સર્કલ ત્રણ રસ્તાથી પિરામણ નાકા તરફ જતો રોડ. જેનો ડાયવર્ટ વાહન વ્યવહાર રૂટ – સર્કલ ત્રણ રસ્તાથી સ્ટેશન થઇ પિરામણ અને સર્કલ ત્રણ રસ્તા થઈ સરગમ કોમ્પ્લેક્ષ નવીનગરી થઇ ચૌટાનાકા તરફ છે.

હુકમ

ઈ.ચા.અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ ગુજરાત પોલીસ અધિનિયમ,૧૯૫૧ ની કલમ-૩૩ (૧) (બી) અન્વયે મળેલ સત્તાની રૂ એ તા.૨૮/૦૪/૨૦૨૬ નાં રોજ મતગણતરીના દિવસે જાહેર જનતાનાં હિત માટે ઉપરોક્ત જણાવ્યા પ્રમાણેનાં રૂટ ઉપર વાહન વ્યવહાર ઉપર પ્રતિબંધ મુકી વાહન વ્યવહાર રૂટ ડાયવર્ટ કરવા આથી હુકમ ફરમાવુ છું.

શિક્ષા

હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે. આ જાહેરનામાનાં ભંગ બદલ ફરીયાદ માંડવા પોલીસ હેડ કોન્સ્ટેબલથી ઉતરતી કક્ષાનાં ન હોય તેવા પોલીસ ખાતાનાં કર્મચારીશ્રી/અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે. તેમ ઉપરોક્ત તમામ વિગતો ઇ.ચા. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, ભરૂચ દ્વારા મળેલ એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %