Nari Prahar

News Website

જંબુસરની રૂનાડ ઉત્તર બુનિયાદી સ્કૂલ ખાતે યોજાયો મતદાન જાગૃતિ કાર્યક્રમ.

જંબુસરની રૂનાડ ઉત્તર બુનિયાદી સ્કૂલ ખાતે યોજાયો મતદાન જાગૃતિ કાર્યક્રમ.
Views: 45
0 0

Read Time:1 Minute, 30 Second

ભરૂચ – ગુરુવાર – સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત જિલ્લામાં મહત્તમ મતદાન થાય તેવા ઉમદા આશય સાથે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જંબુસર તાલુકાની રૂનાડ ઉત્તર બુનિયાદી સ્કૂલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં લોકશાહીના પર્વ અંગે જાગૃતિ ફેલાવવા માટે વિદ્યાર્થીઓ માટે વિશેષ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ કલા અને રંગોના માધ્યમથી મતાધિકારના મહત્વને દર્શાવતા સુંદર ચિત્રો તૈયાર કર્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ મતદારો અને ગ્રામજનોને આગામી તા. ૨૬મી એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાનાર મતદાનમાં અચૂક સહભાગી થઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. લોકશાહીને વધુ સુદ્રઢ બનાવવાના સંકલ્પ સાથે ઉપસ્થિત સૌ કોઈએ સામૂહિક રીતે મતદાન માટેની પ્રતિજ્ઞા લીધી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %