Nari Prahar

News Website

અંકલેશ્વરની ઝેનિથ હાઈસ્કૂલ ખાતે યોજાયો મતદાન જાગૃતિ કાર્યક્રમ.

અંકલેશ્વરની ઝેનિથ હાઈસ્કૂલ ખાતે યોજાયો મતદાન જાગૃતિ કાર્યક્રમ.
Views: 47
0 0

Read Time:1 Minute, 48 Second

ભરૂચ – ગુરુવાર – સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોમાં જાગૃતિ લાવવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત અંકલેશ્વર સ્થિત ઝેનિથ હાઈસ્કૂલ ખાતે ભવ્ય મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

લોકશાહીના આ મહાપર્વમાં યુવા મતદારો અને નાગરિકો ઉત્સાહપૂર્વક સહભાગી થાય તેવા ઉમદા હેતુથી શાળા ખાતે વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. આ કાર્યક્રમના ભાગરૂપે યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા દ્વારા મતદાનનું મહત્વ સમજાવતા આકર્ષક ચિત્રો તૈયાર કર્યા હતા. ચિત્રોના માધ્યમથી ‘મારું મત, મારો અધિકાર’ અને ‘નૈતિક મતદાન’ જેવા સંદેશાઓ અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ઉપસ્થિત તમામ મતદારોને આગામી તા.૨૬મી એપ્રિલ ૨૦૨૬ના રોજ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અચૂક મતદાન કરવા માટે ભાવભરી અપીલ કરવામાં આવી હતી. વધુમાં, કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ નાગરિકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ દેશની લોકશાહીને મજબૂત બનાવવા માટે નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે મતદાન કરવાની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %