ભરૂચ, શુક્રવાર :- સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર હસ્તકના નિયામક સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા ચાલુ વર્ષથી નવી શરૂ કરાયેલ મોટરાઈઝડ ટ્રાઈસિકલ તેમજ જોયસ્ટીક વ્હીલચેર યોજના અંતર્ગત આજ રોજ રાજ્યભરમાં વિતરણ કાર્યક્રમનો પ્રારંભ માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ગાંધીનગરથી કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમના અનુસંધાને ભરૂચ જિલ્લા કક્ષાએ પણ યોજનાનો લાભ લાભાર્થીઓને આપવામાં આવ્યો હતો. જેમાં જિલ્લામાં કુલ 50 દિવ્યાંગ લાભાર્થીઓને મોટરાઈઝડ ટ્રાઈસિકલ અને જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યું હતું.રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગજનોને વધુ સશક્ત અને સ્વનિર્ભર બનાવવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. મોટરાઈઝડ ટ્રાઈસિકલ તથા જોયસ્ટીક વ્હીલચેર જેવી આધુનિક સહાયક સાધનોના ઉપયોગથી દિવ્યાંગજનોને અવરજવર કરવામાં સરળતા મળશે તેમજ તેઓ શિક્ષણ, રોજગાર અને દૈનિક જીવનની વિવિધ પ્રવૃત્તિઓમાં સરળતાથી જોડાઈ શકશે.
આ યોજના દિવ્યાંગજનોને સ્વાવલંબન તરફ આગળ વધવામાં મદદરૂપ બની તેમની જીવનશૈલીમાં ગુણાત્મક સુધારો લાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.






Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.