ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં પાણી સમિતિની મહિલા સભ્યો માટે મહિલા સશક્તિકરણ જાગૃતિ કાર્યશાળા યોજાઈ હતી. “પાણી અને સ્વચ્છતા, મહિલા અધિકાર અને સ્વરોજગારી” વિષય પર માર્ગદર્શન – ૧૮ ગ્રામ પંચાયતોને ₹15.19 લાખના પેમેન્ટ ઓર્ડર વિતરણ કરાયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં વાસ્મો (WASMO) ના ડેપ્યુટી મેનેજર દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરી કાર્યક્રમના ઉદ્દેશ અંગે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ભરૂચ જિલ્લા કોઓર્ડિનેટર વાસ્મો, દ્વારા મહિલા સશક્તિકરણ તેમજ પાણી સમિતિમાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્વરોજગારી અને મહિલા અધિકારો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ ઉપરાંત અતાપી સેવા ફાઉન્ડેશન, જંબુસરના પ્રોગ્રામ મેનેજર તથા પ્રોજેક્ટ હેડ દ્વારા બહેનોને સરકારની વિવિધ સ્વરોજગારી યોજનાઓ તેમજ સ્વસહાય જૂથોની માહિતી આપી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ પાણી અને સ્વચ્છતા ક્ષેત્રે મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ તકે નારી અદાલતના કો-ઓર્ડિનેટર દ્વારા મહિલાઓના અધિકારો તેમજ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી આપી મહિલાઓને જાગૃત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જંબુસર તાલુકા વિકાસ અધિકારી તથા યુનિટ મેનેજર વાસ્મો દ્વારા મહિલાઓને સશક્ત બની પાણી વ્યવસ્થાપન અને ગામના વિકાસમાં સક્રિય ભાગ લેવા પ્રેરણા આપવામાં આવી હતી. આ તકે જંબુસર તાલુકાની ૧૮ ગ્રામ પંચાયતોને રૂપિયા ૧૫.૧૯ લાખની “પાણી વેરા પ્રોત્સાહન યોજના” હેઠળ પેમેન્ટ ઓર્ડર તથા પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અંતે તાલીમાર્થી બહેનો દ્વારા પોતાના અનુભવો રજુ કરવામાં આવ્યા હતા અને આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.






Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.