Nari Prahar

News Website

ભરૂચ જિલ્લાના મનુબર ખાતે આયોજિત સેવાસેતુ ૨.૦ કાર્યક્રમનો ૯ ગામના લોકોને લાભ મળ્યો

ભરૂચ જિલ્લાના મનુબર ખાતે આયોજિત સેવાસેતુ ૨.૦ કાર્યક્રમનો ૯ ગામના લોકોને લાભ મળ્યો
Views: 42
0 0

Read Time:2 Minute, 18 Second

ભરૂચ જિલ્લાના મનુબર ગામે પ્રાથમિક કુમાર શાળા ખાતે સફળતાપૂર્વક સેવાસેતુ ૨.૦ કાર્યક્રમ યોજાયો હતો. જેનો આસપાસના ૯ જેટલા ગામના લોકોએ લાભ મેળવ્યો હતો. આ સેવા સેતુ ૨.૦ કાર્યક્રમના માધ્યમથી ગ્રામજનોએ સરળ અને સુલભ રીતે વિવિધ સરકારી સેવાનો લાભ પ્રાપ્ત થયો હતો.

રાજ્યના છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પ્રાપ્ત થાય તેમજ જનસુખાકારી માટે પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે તાલુકા કક્ષાએ સેવાસેતુ ૨.૦(ગ્રામ્ય) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મનુબર ગામ ખાતે આયોજિત આ સેવાસેતુ કાર્યક્રમમાં ૯ ગામના ગ્રામજનોની અરજીઓનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં રેશનકાર્ડ, વિધવાસહાય, વૃધ્ધ સહાય, પશુપાલન, NRLM, આધારકાર્ડ, આયુષ્યમાનકાર્ડ, PM કિસાન જેવી સેવાઓનો લાભ સામાન્ય નાગરિકોએ લીધો હતો.

આ સેવાસેતુ ૨.૦ નો મનુબર,કંથારિયા,વહાલુ,સરનાર,શેરપુરા,દેત્રાલ,દહેગામ,વાંસી,કુરલા સહિતના ગ્રામજનોએ ઘર આંગણે વિવિધ સરકારી સેવાઓના લાભ તેમજ જાણકારી મેળવી હતી. આમ, ગ્રામજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.

સેવાસેતુના લાભાર્થીશ્રીએ જણાવ્યુ હતુ કે, આ સેવાસેતુ કાર્યક્રમ થકી સરકારની બધી જ સેવાઓનો એક જ સ્થળ પર દરેક લોકોને લાભ મળી રહે છે. આસપાસના નવ ગામના લોકો માટે આ કાર્યક્રમ સફળ નીવડ્યો છે અને ખૂબ બહોળી સંખ્યામાં આ કાર્યક્રમનો ગ્રામજનોએ લાભ પણ મેળવ્યો છે. આ સાથે તેમણે રાજ્ય સરકાર અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %