નાયબ બાગાયત નિયામકની કચેરી, ભરૂચ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વહીયાલ ગામે તા. ૭ અને ૮ માર્ચના રોજ મહિલાઓ માટે બે દિવસીય મહિલા વૃતિકા તાલીમ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.
મહિલા વૃતિકા તાલીમ કાર્યક્રમ અંતર્ગત નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ભરૂચના ભાવિશાબેન એસ. પટેલ (બાગાયત અધિકારી), શ્રી. એન.એમ.વસાવા (બાગાયત નિરીક્ષક) દ્વારા મહિલાઓને કીચન ગાર્ડન બનાવી ઘરે જ જરૂરિયાત મુજબ પ્રાકૃતિક રીતે શાકભાજી ઉગાડવા માટે માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત બાગાયત અધિકારી અને બાગાયત નિરીક્ષક દ્વારા મહિલા તાલીમાર્થીઓને ફળ-ફુલ અને શાકભાજીમાંથી બનતી વિવિધ પરિરક્ષિત બનાવટો કેવી રીતે બનાવી શકાય તેની થિયરી અને પ્રેકટીકલ માહિતી આપવામાં આવી હતી.
મહિલા તાલીમાર્થીઓને ગુલાબનો મુખવાસ,રોઝ સીરપ,ખજુરના લાડુ, કોપરાના લાડુ,મરચાંનુ અથાણું, લસણ-ચણા-મેથીનુ અથાણું અને કોઠાની જેલી ચોકલેટ,કોઠાની ચટણી,સફરજન જામ,કેળાની છાલની સેવ, જેવી બનાવટો શીખવામાં આવી હતી.
આમ નાયબ બાગાયત નિયામકની કચેરી, ભરૂચ દ્વારા વાગરા તાલુકાના વહીયાલ ગામે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે બે દિવસીય મહિલા વૃતિકા તાલીમ કાર્યક્રમનું આયોજન કરી મહિલા તાલીમાર્થીઓને બાગાયત ખાતાની યોજનાકીય માહિતી આપવામાં આવી હતી.






Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.