Nari Prahar

News Website

લકવા મુક્ત ચરોતર અભિયાન અંતર્ગત માર્ગદર્શન વાર્તાલાપ યોજાયો.

લકવા મુક્ત ચરોતર અભિયાન અંતર્ગત માર્ગદર્શન વાર્તાલાપ યોજાયો.
Views: 3867
0 0

Read Time:3 Minute, 1 Second

ચરોતર એજયુકેશન સોસાયટી, આણંદના મંત્રીશ્રી કેતનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સંચાલિત સિનિયર સિટીઝન ફોરમના સહયોગથી ઝાયડસ હોસ્પિટલ દ્વારા “લકવા મુક્ત ચરોતર” (સ્ટ્રોક ફ્રી ચરોતર) વિષયક માહિતીસભર વાર્તાલાપ 20 ફેબ્રુઆરીએ મહાત્મા ગાંધી પ્રાર્થના હોલ (ડી.એન.) ખાતે યોજાયો હતો.ફોરમના પ્રમુખ મહેશભાઈ પટેલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે સિનિયર સિટીઝનોમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અચાનક ઉદ્ભવી શકે છે, ત્યારે પ્રાથમિક તબક્કે યોગ્ય માર્ગદર્શન અત્યંત જરૂરી બને છે.ઝાયડસ હોસ્પિટલના સીઇઓ પ્રજ્ઞેશભાઈ ગોરે જણાવ્યું હતું કે ચરોતર પ્રદેશને લકવા મુક્ત બનાવવા માટે હોસ્પિટલ દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.તજજ્ઞ ડોકટરોની ટીમ દ્વારા હૃદય અને મગજ સંબંધિત બીમારીઓ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. સમયસર સારવાર મળે તો સ્ટ્રોકના દર્દીઓને બચાવી શકાય છે તે બાબતે પણ તેમણે ભાર મૂક્યો હતો.વાર્તાલાપ દરમિયાન ડો. પ્રિયાંક પટેલ, ડો. અર્પિત જોશી, ડો. સચિન ઉડવાની, ડો. સિદ્ધાર્થ મિસ્ત્રી, ડો. ખંજન શાહ અને ડો. મિહિર આચાર્યએ લકવાના લક્ષણો, નિવારણ અને સારવાર અંગે વિગતવાર માહિતી આપી હતી. પ્રશ્નોત્તરી સત્રમાં સિનિયર સિટીઝનોના પ્રશ્નોના સચોટ જવાબો આપવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં દેવેન્દ્રભાઈ દેસાઈ (પ્રમુખ, આનંદ સિનિયર સિટીઝન ફોરમ), હરિકૃષ્ણભાઈ પટેલ (પ્રમુખ, કરમસદ સિનિયર સિટીઝન), હસમુખભાઈ કારિયા અને જયંતીભાઈ શાહ (અમૂલ્ય સિનિયર સિટીઝન), વિપીનચંદ્ર પંડયા (કન્વીનર, આનંદ જિલ્લા સિનિયર સિટીઝન ફેડરેશન) તથા નરેન્દ્ર શાહ (પ્રમુખ, વિદ્યાનગર સિનિયર સિટીઝન ફોરમ) સહિત મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.ફોરમના મંત્રી જી.એન. ભાવસારે પ્રાર્થના રજૂ કરી હતી. કાર્યક્રમનું સંચાલન ડો. સુનિલભાઈ વ્યાસે કર્યું હતું. ઝાયડસ હોસ્પિટલ તરફથી યતીનભાઈ ઇનામદાર, જયદીપભાઈ પુરબિયા, પૃથ્વીસિંહ રાજપૂત, વિરેન જોશી સહિતના સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

(રીપોર્ટર: અનવર બહાદરપુરવાલા, આનંદ)

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %