જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી કાશ્મિરા સાવંત અને દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી શ્રી પ્રિતેશ વસાવાના માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેન ટીમ દ્વારા બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અંતર્ગત વાગરા તાલુકામાં વાગરા આઈસીડીએસ ખાતે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં કિશોરીઓના સ્વાસ્થ્ય, શિક્ષણ અને સુરક્ષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. તેમજ DHEW ટીમ દ્વારા દીકરીઓને માસિક ધર્મ અને રાજ્ય સરકારશ્રી દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ મહિલા કલ્યાણલક્ષી યોજનાઓ અને તેમના કાનૂની અધિકારો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય સુરક્ષા કાર્યક્રમની ટીમ દ્વારા હાજર રહેલી કિશોરીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને પોષણક્ષમ આહાર તથા વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન, RBSK ટીમ, DHEW, સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ, બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી, ભરૂચની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.