ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર પ્રજાલક્ષી કાર્યો અને સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે સતત કાર્યરત છે. આ શૃંખલામાં, બાળકોને મળતી સેવાઓ અને શિક્ષણનું સ્તર સુનિશ્ચિત કરવાના હેતુથી આજે ભરૂચ જિલ્લાના પ્રભારી સચિવ અને ગુજરાત સરકારના નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી સુશ્રી શાહમીના હુસૈને વેજલપુર સ્થિત મિશ્રશાળા-૧૫ ની આકસ્મિક મુલાકાત લીધી હતી. પ્રભારી સચિવશ્રીએ, શાળાના આચાર્ય શ્રી પાસેથી તેમણે શિક્ષકોના મહેકમ, વિદ્યાર્થીઓની સંખ્યા અને શાળાની પ્રવૃત્તિઓ અંગે વિગતવાર વિગતો મેળવી હતી. શિક્ષણની ગુણવત્તા અને શાળાકીય સુવિધાઓ અંગે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી.
તેમણે શાળામાં શૈક્ષણિક ગુણવત્તાનું નિરીક્ષણ કરતા શૈક્ષણિક કાર્યની સમિક્ષા કરી હતી અને બાળકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. શાળામાં બાળકોને મળતી પાયાની સુવિધાઓ પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છતા અને મધ્યાહન ભોજનની વ્યવસ્થાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બાળકોને પુરતા પ્રમાણમાં પોષણયુક્ત આહાર મળી રહે તેમજ બાળકોને મળતા શિક્ષણની ગુણવત્તા તેમજ શાળાના ડેલવપમેન્ટ અંગે શિક્ષકોને જરૂરી સૂચનો અને રચનાત્મક માર્ગદર્શન આપ્યું હતું.
શિક્ષકો સાથેની ચર્ચામાં તેમણે બાળકોની હાજરી વધારવા અને અભ્યાસમાં તેમનો રસ જળવાઈ રહે તે માટે રચનાત્મક પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના બાળક સુધી સરકારી સેવાઓ પારદર્શક રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવાનો હતો. આ આકસ્મિક મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને મળતી પાયાની તમામ સુવિધાઓ, શાળાની શૈક્ષણિક ગુણવત્તા, આરોગ્ય અને ભોજનની વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ મુલાકાત દરમિયાન, જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસે, પ્રાયોજના વહીવટદાર સુ.શ્રી કુમારી નિશા વગેરે ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.






Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.