ભરૂચ _સોમવાર – સરકારશ્રીના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે સુપ્રસિધ્ધ પવિત્ર યાત્રાધામ ભરૂચ ખાતે સંભવિત આગામી ૦૭ અને ૦૮ માર્ચ ૨૦૨૬ એ એમ બે દિવસીય શુક્લતિર્થ ઉત્સવના આયોજન માટે આજરોજ ઈ.ચા.નિવાસી કલેક્ટરશ્રી પાર્થ જયસ્વાલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લો પ્રવાસન ક્ષેત્રે બહોળી નામના ધરાવે છે. ત્યારે આગામી સમયમાં ભરૂચ ખાતે શુકલતીર્થ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે સુચારું આયોજન કરવા મિંટીંગનું આયોજન કરાયું હતું. શુકલતીર્થ ઉત્સવ પૂર્વે બેઠક યોજીને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. ગતવર્ષે કાર્યક્રમ સંદર્ભે કરવામાં આવેલી કામગીરીની નોંધ લઈ આ વર્ષે પણ વધુ સારુ અસરકારક આયોજન માટે અધિકારીઓ પાસે પ્રતિભાવો મેળવ્યા હતા.
નિવાસી કલેક્ટરશ્રી પાર્થ જયસ્વાલએ સર્વગ્રાહી સમિક્ષા કરી શુક્લતીર્થ ઉત્સવ ભરૂચના લોકો માટે યાદગાર બની રહે તેવા પ્રયત્નો તંત્ર કરે તેવી હાંકલ કરી હતી. આ મિંટીંગમાં અમલીકરણ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.