ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેએ આજે વાલિયા તાલુકાના આમલા-દેશાડ અને કરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે આરોગ્ય કેન્દ્રની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને ઉપલબ્ધ સુવિધાઓ અંગે જરૂરી પૂછપરછ કરી હતી. આ તકે, આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરતા આરોગ્ય કેન્દ્ર ખાતે ચાલી રહેલા મમતા દિવસની કામગીરીની રૂબરૂ મુલાકાત લઈ રસીકરણ અને સગર્ભા માતાઓના આરોગ્ય તપાસની વિગતો મેળવી હતી. સાથે જ સગર્ભા માતાઓની સંભાળ (High Risk ANC): અતિ જોખમી સગર્ભા માતાઓના (High Risk ANC) ફોલો-અપ અને તેમની લેવામાં આવતી વિશેષ કાળજી અંગે જીણવટભરી પૂછપરછ કરી હતી.
વધુમાં તેમણે રક્તપિત્તના દર્દીઓના રેકોર્ડની ચકાસણી કરી હતી તેમજ તેમને આપવામાં આવતી સારવાર અને ફોલો-અપ અંગેની માહિતી મેળવી હતી. આ વિસ્તારમાં સિકલ સેલ એનિમિયાના સ્ક્રીનિંગ અને તેના ટેસ્ટિંગની પ્રક્રિયાની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા હતા.
તેમજ જ્યાં પણ સુધારાની જરૂર જણાઈ ત્યાં તેમણે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ હાજર રહેલા મેડિકલ ઓફિસર અને આરોગ્ય સ્ટાફને આરોગ્યલક્ષી સેવાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે સતર્ક રહેવા સૂચના આપી હતી. આ મુલાકાતથી સ્થાનિક આરોગ્ય સ્ટાફમાં કાર્યદક્ષતાનો ઉત્સાહ જોવા મળ્યો હતો






Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.