Nari Prahar

News Website

વરસાદી પાણીના ભરાવામાંથી મુક્તિ અને ટ્રાફિક સુવિધા માટે તંત્ર એક્શનમાં : લીંક રોડ પર શક્તિનાથથી શ્રવણ ચોકડી સુધીના દબાણોનો સફાયો

વરસાદી પાણીના ભરાવામાંથી મુક્તિ અને ટ્રાફિક સુવિધા માટે તંત્ર એક્શનમાં : લીંક રોડ પર શક્તિનાથથી શ્રવણ ચોકડી સુધીના દબાણોનો સફાયો
Views: 411
0 0

Read Time:3 Minute, 30 Second

જિલ્લા વહીવટી તંત્રના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેરના લીંક રોડ સ્થિત શક્તિનાથ થી શ્રવણ ચોકડીની આજુબાજુમાં વિવિધ મુખ્ય માર્ગમાં અને સરકારી જમીનમાં દબાણો દૂર કરવાની કામગીરી આજરોજ ધરવામાં આવી હતી. આ માર્ગ ઉપર સરકારી જમીનમાં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે કાચા- પાકા, ગેરેજ, સ્ક્રેપ તથા અન્ય ધાર્મિક દબાણો ફલીત થયેલા હતા. જે બાદ બૌડા, સીટી સર્વે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા દબાણકારોને પુરાવાઓ રજૂ કરવાની નોટીસ આપવામાં આવી હતી. દબાણકર્તાઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પુરાવાઓ અને માર્ગ મકાન વિભાગની ‘રાઈટ ઓફ વે’ના આધારે દબાણકારો દ્વારા દબાણ કર્યું હોવાનું પુરવાર થયું હતું.

અહી નોંધનિય છે કે, શહેરના લિંક રોડ શક્તિનાથ થી શ્રવણ ચોકડી સુધીના મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણીના નિકાલની સમસ્યાના કાયમી ઉકેલ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂા. 3.૬૯ કરોડ ખર્ચે રસ્તાની બંને બાજુ 1.30 X 1.30 મીટર પહોળી તેમજ ઊંડી RCC ડ્રેનેજનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. સાથોસાથ લીંક રોડને ૬ માર્ગીય બનાવવા માટે સરકારશ્રીમાં દરખાસ્ત કરી મંજૂરી અર્થે મોકલવામાં આવી છે. આમ આ કામગીરી અંતર્ગત રસ્તાની બંને તરફ નવી ડ્રેનેજ લાઈન નાખવા માટે નડતરરૂપ દબાણો દૂર કરવાની ઝુંબેશ હાલ કાર્યરત કરાઈ હતી. માર્ગ અને મકાન વિભાગની ( ROW ) પ્રમાણે આ રોડની ‘રાઈટ ઓફ વે’ ( Right of Way ) મર્યાદા 30 મીટર છે. નિયમ મુજબ, રોડની મધ્યરેખા (Center Line) થી ડાબી અને જમણી બંને તરફ ૧૫-૧૫ મીટર જગ્યા માર્ગ અને મકાન વિભાગ હસ્તક હોય છે. ડ્રેનેજ નિર્માણની પ્રક્રિયા દરમિયાન માપણી કરતા માલૂમ પડ્યું હતું કે આ નિર્ધારિત જગ્યામાં અનેક દબાણો થયેલા છે.

હાલમાં આ પ્રોજેક્ટની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં જ બાંધકામ શરૂ થવાનું છે. આથી, આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય કામગીરીમાં અવરોધ ન આવે તે માટે રસ્તાની મર્યાદામાં આવતા તમામ દબાણો હટાવવાની કામગીરી અને સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરીને ટ્રાફિક વ્યવસ્થા સુગમ બનાવવાનો હતો.

આ કામગીરી દ્નારા જિલ્લા વહીવટીતંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર માર્ગો અને સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો સામે ઝીરો ટોલરન્સ (Zero Tolerance) ની નિતીથી કામગીરી કરવામાં આવશે. શહેરની ટ્રાફિક વ્યવસ્થા અને જાહેરહીત અને સલામતી જાળવવા આ પ્રકારની કામગીરી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %