ગુજરાત ગુજરાત એસ.ટી. નિગમના વડોદરા ડિવિઝન તાબે આવેલ કરજણ એસ.ટી. ડેપોના કામદાર અગ્રણી અને મજૂર મહાજન યુનિયન ના નેતા બસીરભાઈ દિવાન વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતા હોય આજરોજ ડેપોના ગ્રાઉન્ડમાં તેમનો એક ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો, આ પ્રસંગે ડેપો મેનેજર, મજૂરમહાજન વડોદરા ના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાણા, જી.એસ. અમિત શાહ,માજી ડેપોમેનેજર મલેક સાહેબ વિવિધ ડેપો ના અધિકારીઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં કામદાર મિત્રો અને સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા સત્કાર સમારંભ બાદ સમૂહ ભોજન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હાજરજનો એ બશીરભાઈ ને શુભેચ્છા સહિત અભિનંદન પાઠવ્યા હતા.(રિપોર્ટર: અનવર બહાદરપુર વાલા, આણંદ)
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.