ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર પૂજ્ય મહાત્મા ગાંધીજી તથા તમામ અમર શહીદ વીરોની સ્મૃતિમાં આજે ૩૦ જાન્યુઆરી ‘શહીદ દિવસ’ નિમિત્તે સમગ્ર ભરૂચ જિલ્લામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા હતા. ભરૂચ જિલ્લાની તમામ સરકારી કચેરીઓ ખાતે સવારે ૧૧:૦૦ કલાકે બે મિનિટનું મૌન પાળીને રાષ્ટ્રના વીર સપૂતોને આદરાંજલિ આપવામાં આવી હતી. આ અવસરે ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ઇ. નિવાસી અધિક કલેકટર શ્રી પાર્થ જયસ્વાલની વિશેષ ઉપસ્થિતિમાં મૌન પાળવામાં આવ્યું હતું. કલેકટર કચેરીના તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ એકત્રિત થઈ દેશની આઝાદી અને સુરક્ષા માટે બલિદાન આપનાર શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
ન માત્ર જિલ્લા મથકે જ નહીં, પરંતુ ભરૂચ જિલ્લાની વિવિધ પ્રાંત કચેરીઓ, તાલુકા કચેરીઓ, મામલતદાર કચેરીઓ તેમજ અન્ય સરકારી સંસ્થાઓમાં પણ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને ઉપસ્થિત નાગરિકો દ્વારા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત સૌ કોઈએ દેશની એકતા, અખંડિતતા અને સ્વતંત્રતાને જાળવી રાખવા માટે શહીદોના આદર્શો પર ચાલવાની અને રાષ્ટ્રસેવા માટે કટિબદ્ધ રહેવાની ભાવના વ્યક્ત કરી હતી.






Average Rating
More Stories
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પહલ હોસ્પિટલ સુરત દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરાયું..
પાદરા પોલીસ દ્વારા ત્રણ માસ અગાઉ ચોરી થયેલ મોટરસાયકલ ઝડપી, ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા…
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી