બાળકોમાં રહેલી આંતરિક શક્તિઓના વિકાસ માટે સરકારશ્રી દ્વારા દરવર્ષે નિપુણ વાર્તા સ્પર્ધા યોજવામાં આવે છે. આ વાર્તા સ્પર્ધા અંતર્ગત ક્લસ્ટર કક્ષાએ ત્રણેય વિભાગમાં વિજેતા થઈ નાપાડ વાંટા કુમાર શાળાના ત્રણ બાળકોએ તાલુકાકક્ષા સ્પર્ધામાં ભાગ લીધો હતો. તાલુકાકક્ષાની વાર્તા સ્પર્ધા બી.આર.સી. ભવન આણંદ(વઘાસી) મુકામે યોજવામાં આવી હતી. આ સ્પર્ધા અંતર્ગત વિભાગ -2(પ્રિપેરેટરી સ્ટેજ)માં આકીબ અનવરભાઈ પઠાણે સમગ્ર આણંદ તાલુકામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરી 300/- નો રોકડ પુરસ્કાર મેળવી નાપાડ વાંટા કુમાર શાળાનું ગૌરવ વધાર્યું છે. સી.આર.સી.સી.ભાવેશભાઈ જાદવ તથા આચાર્યશ્રીએ માર્ગદર્શક શિક્ષક શ્રદ્ધાબેન ભાવસાર તથા વિજેતા વિદ્યાર્થી અને ભાગ લેનાર બંને દીકરાઓને અભિનંદન પાઠવ્યા હતા.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.