જામિઅહ હાઇસ્કુલ, સોજીત્રા. ખાતે બે દિવસ ના રમતોત્સવ નું જામિઅહ હાઇસ્કુલ ના આચાર્યશ્રી ઈમરાન ભાઈ વ્હોરા સાહેબ તથા કેમ્પસ ડાયરેક્ટર શ્રી જાવેદભાઇ વ્હોરા સાહેબ હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પ્રથમ દિવસની વ્યક્તિગત રમતમાં દોડ સંગીત, ખુરશી ,લીંબુ ચમચી સ્લો સાયકલિંગ, આંધળા નો ગોળીબાર વગેરે સ્પર્ધા શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો રમત ઉત્સવના બીજા દિવસે સામુહિક રમતો જેવી કબ્બડ્ડી દોરડા ખેંચ,કોથળા દોડ વગેરે જેવી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ના આચાર્ય શ્રી ઇમરાન ભાઈ વ્હોરા સાહેબ ખેલદિલી પૂર્વક રમતનો ભાગ લઈ હકારાત્મક સ્પર્ધા કરી રમવા અંગે જણાવ્યું હતું જીવનમાં ખેલનું મહત્વ શું છે તે વિશે બાળકોને સમજ આપી હતી. રમતો ખેલાડીઓમાં ઉમંગ અને ઉત્સાહ સાથે જોડાયા તેમ જણાવ્યું હતું. સમગ્ર સ્ટાફ મિત્રો એ રમતોત્સવ સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી હતી.
(રિપોર્ટર: અનવર બહાદરપૂરવાલા, આણંદ)






Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.