પ્રાંત અધિકારીશ્રી ડૉ. સુપ્રિયા ગાંગૂલીની અધ્યક્ષતામાં પ્રાંત કચેરી જંબુસર ખાતે આમોદ તાલુકાની લેન્ડ કમિટીની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં આમોદ તાલુકાના ઘરથાળ પ્લોટ મેળવવા પાત્ર લોકોને ઘરથાળના પ્લોટની ફાળવણીના નિર્ણય અર્થે ગ્રામ્ય કક્ષાએથી આવેલ અરજીઓના નિકાલ કરવા અંગે, ગામની વિચરતી વિમુક્તિ જાતિના લોકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવા, ૧૦૦ ચોરસ વાર ગામતળ મંજુર કરવા, અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જ્યાં આમોદ તાલુકાના કરેણા, ભીમપુરા,તેગવા, સરભાણ, ઘમણાદ, નાહિયેર, તણછા અને ઈટોલા ગામોના કુલ ૨૮ જરૂરિયાતમંદ લોકોને સરકારીશ્રીની મફત પ્લોટ સહાય હેઠળ મફત પ્લોટની મંજૂરી આપવામાં આવી હતી.આ મિટીંગમાં ગ્રામ્ય કક્ષાએથી ૮૭ અરજી આવી હતી જેમાંથી ૫૭ પુર્તતા કરી આગામી લેન્ડ કમિટીમાં મંજૂરી આપવામાં આવશે.
આ તકે તાલુકા પંચાયત પ્રમુખશ્રી આમોદ, તાલુકા વિકાસ અધિકારીશ્રી આમોદ, તાલુકા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રી, ધારાસભ્યશ્રી અને મામલતદારશ્રી વતી તેમના પ્રતિનિધિઓ અને અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા હાજર રહ્યા.






Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.