આણંદ શહેર ખાતે થી મોહમ્મદ પયમ્બર(સલલ્લાહોલહુ તાઆલા અલયહી વસલ્લમ) ના જમાઈ અને ઇસ્લામ ના ચોથા ખલીફા હજરત અલી ના જન્મ દિવસ નિમિત્તે ગતરોજ રાત ના 9 કલાકે સૈયદ શાહીદ અલી બાપુ ની આગેવાનીમાં જુલૂસે હૈદરી માનવામાં આવ્યો હતો.આ જુલૂસ અલમ શરીફ સાથે સૈયદ શાહીદ અલી બાપુ ના ઘર થી આગમન કરી આનંદ ભાલેજ ઓવર બ્રીજ ના છેડે થી ફાટક રોડ થઈ ને યુનિટી હોલ કુરેશી મોહલ્લા પાસે જુલૂસ ના ભવ્ય સ્વાગત સાથે સંપન્ન કરવામાં આવ્યું હતું.જુલૂસ માં હજરત અલી ના કસિદા ની ધૂન થી ઉપસ્થિત લોકો હૈદરી રંગ માં રંગાઈ ગયા હતા.આ પ્રસંગે સૈયદ શાહિદ અલી બાપુ,સૈયદ અબ્રાર અલી બાપુ સૈયદ જલાલી બાપુ, સૈયદ વારિશ અલી બાપુ, ફિરોજ મોગરીયા મહામંત્રી અને આણંદ શહેર ના તમામ ઉલ્માંએકિરામ તથા તમામ આગેવાનો સહિત ગ્રુપો જોડાયા હતા.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.