અધિવેશન સમિતિ આયોજન માટે કમર કસી છે, પ્રદેશ અધ્યક્ષ જિલ્લા સમિતિ સાથે કાર્યરત..
ગત વર્ષ ના સફળ આયોજન બાદ નવા વર્ષનું પત્રકાર એકતા પરિષદ નું જિલ્લા અધિવેશન ભાવનગર જિલ્લામાં શિવશક્તિ હોલ, ક્રેસન્ટ ખાતે સવારે 10 કલાકે આયોજન કરવામાં આવ્યું છે,ત્યારે ભાવનગર બોટાદ ના 250 જેટલા પત્રકારો,સાથે જિલ્લા,ઝોન,પ્રદેશ અને 34 જિલ્લાના પ્રમુખોની ટીમ પણ અધિવેશન માં આવવા આમંત્રણ અપાઈ રહ્યા છે જેની સંભવિત સંખ્યા 150 જેટલી થાય તેવી સંભાવના છે.જિલ્લા અધ્યક્ષ મિલનભાઈ કુવાડિયા ના નેતૃત્વમાં આયોજન સમિતિ સક્રિય બની છે,રાજસ્થ આગેવાનો,અધિકારીઓ,સમાજ શ્રેષ્ઠીઓ ને આમંત્રણ અપાઈ રહ્યા છે.
અધિવેશન માં આવનાર આશરે 400 પત્રકારો,આમંત્રિતો માટે ભોજન, સન્માન અને ભેટ ની વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે,ત્યારે લોકો પણ સહકાર આપી રહ્યા છે.આ અધિવેશન માત્ર ખાધું,પીધું ને રાજ કર્યું,એટલા પૂરતું સીમિત નથી,પરંતુ સમગ્ર ગુજરાત માં પત્રકાર એકતા પરિષદ સાથે જોડાયેલા હજજારો પત્રકારો ને નાના મોટા ના ભેદભાવ વિના 10 લાખ નો અકસ્માત વીમા કવચ સંગઠન દ્વારા પૂરું પાડવાનો પ્રારંભ ભાવનગર કરી રહ્યું છે. છેલ્લા સાત વર્ષ થી પત્રકારો ની સમસ્યાઓ માટે જરૂરી લડત સાથે સરકારમાં રજૂઆતો કરતા પોઝિટિવ પરિણામ પણ મળ્યા છે,છતાં ચર્ચા ચાલુ છે,ત્યારે માત્ર પત્રકારની નહીં,પત્રકાર ના પરિવાર ની ચિંતા માટેનું વર્ષ ઉજવવા નક્કી કર્યું છે,પ્રદેશ સમિતિ,12 ઝોન અને મહિલા વિંગ ની વિશેષ જવાબદારી દરેક જિલ્લા ટીમ સાથે ખભે ખભો મિલાવી,પત્રકારો ના વીમા માટેના ડોક્યુમેન્ટ્સ તેમજ સદસ્યતા માટેના ફોર્મ એકત્ર કરવા આયોજન કરી સહકાર આપે..!!
સૌનો સાથ સૌનો સહકાર એક વર્ષમાં 34 જિલ્લાના પત્રકારો ને 10 લાખ વીમા નો લાભ મળી રહે એવો ટાર્ગેટ પ્રદેશ સમિતિ માં નક્કી થયો છે,ત્યારે પ્રદેશ ના ઉપપ્રમુખો પણ બે ત્રણ જિલ્લા કે મહા મંત્રીઓ પણ બે ત્રણ જિલ્લા ની જવાબદારી સંભાળે તેવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે.
સામાન્ય રીતે રાત દિવસ ટુ વ્હીલ લઈ દોડતા પત્રકાર નો જીવ પડીકે બંધાયેલો હોય છે,ત્યારે આકસ્મિક કાઈ ઘટના બને તો પરિવારનું કોણ..? આ પરિવારોની ચિંતા એટલે 10 લાખ ના અકસ્માત વીમા નું કવચ સંગઠન પૂરું પાડશે.. ભાવનગર ,બોટાદ અને સ્ટેટ મહિલા વિંગ ના પ્રીમિયમ ભરાઈ ગયા છે,ત્યારે સંગઠન ના ઓળખકાર્ડ પણ તૈયાર થઈ ગયા છે,વીમા રસીદો પણ મળવાની છે,ત્યારે એક બીજાના બદલે બીજાને નહીં આપી શકાય તેની નોંધ લઈ સૌ ઉપસ્થિત રહેવા,અધિવેશન માં ભાગ લેવા સૌને જાહેર આમંત્રણ છે..!!






Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.