ખેડા જિલ્લા ના મુખ્ય મથક એવા નડિયાદ મુકામે બેસ્ટ સિંગીંગ કોમ્પિટિશન નું ભવ્ય આયોજન આગામી તા.21/12/2025ને રવિવાર ના રોજ બ્લડ બેંક હોલ, રેડકોર્સભવન, નડિયાદ ખાતે વોઇસ ઓફ લાયન્સ ડિસ્ટ્રીક્ટ દ્વારા કરવામાં આવ્યું છે આ સ્પર્ધા માં10થી20,21થી40,41થી60 અને 61થી ઉપર ના આમ કુલ ચાર ગ્રુપ માં તમામ ઉંમર ના વ્યક્તિઓ સિંગીગ સ્પર્ધા માં ભાગ લઇ શકે એવું બહોળું આયોજન ‘અમાઈરા કરાઓકે ક્લબ, નડિયાદ’ અને અનિલ વાઘેલા ના સહયોગ થી કરવામાં આવ્યું છે.આ સ્પર્ધા માં દરેક ગ્રુપ માંથી ત્રણ વિજેતાઓ ને મોમેન્ટો તથા દરેક સ્પર્ધક ને સર્ટિફિકેટ આપી નવાજવા માં આવશે એવી માહિતી અનિલવાઘેલા દ્વારા જણાવવા માં આવી છે.આ સ્પર્ધા ના આયોજન ને લઈ સંગીતપ્રેમીઓ માં આનંદ ની લહેર પ્રસરી જવા પામી છે.
Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.