Nari Prahar

News Website

ભરૂચમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે તા.૧૯ થી ૨૧ ડિસેમ્બર દરમિયાન જિલ્લા સ્તરીય “સશક્ત નારી મેળો” યોજાશે.

ભરૂચમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે તા.૧૯ થી ૨૧ ડિસેમ્બર દરમિયાન જિલ્લા સ્તરીય “સશક્ત નારી મેળો” યોજાશે.
Views: 91
0 0

Read Time:4 Minute, 12 Second

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા તથા મહિલા નેતૃત્વ આધારિત વિકાસને ગતિ આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. મહિલા સશક્તિકરણ, સ્વદેશી વિચારધારા અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરમાં તા.૧૧ થી ૨૩ ડિસેમ્બર-૨૦૨૫ દરમિયાન રાજ્યવ્યાપી “સશક્ત નારી મેળા”નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ અંતર્ગત ભરૂચ જિલ્લામાં તા.૧૯ થી ૨૧ ડિસેમ્બર દરમિયાન ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા સ્તરીય “સશક્ત નારી મેળો” યોજાશે. આ ત્રિ-દિવસીય મેળાનો શુભારંભ ગુજરાત સરકારના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, પ્રોટોકોલના રાજ્યમંત્રીશ્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે કરવામાં આવશે. ભરૂચ જિલ્લાના આ સશક્ત નારી મેળામાં “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” અને “લોકલ ફોર વોકલ”ના સંદેશાને સાર્થક કરતા ૧૦૦ જેટલા સ્ટોલ ઉભા કરાશે. જેમાં મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલી સ્વદેશી હસ્તકલા, ગૃહઉદ્યોગ ઉત્પાદનો, મીલેટ પ્રોડક્ટ, સ્વસહાય જૂથ (SHG)ના ઉત્પાદનો, કૃષિ આધારિત વસ્તુઓ, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો, મહિલા ઉદ્યોગસાહસિકોના વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવશે.

આ મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક મહિલાઓને આત્મનિર્ભર બનાવવા, તેમના ઉત્પાદનોને વ્યાપક બજાર ઉપલબ્ધ કરાવવાનો અને મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સક્ષમ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. મેળા દરમ્યાન લખપતિ દીદી, ડ્રોન દીદી, પ્રગતિશીલ મહિલા ખેડૂતો અને મહિલા ઉદ્યોગસાહસિકોની સિદ્ધિઓનું સન્માન પણ કરવામાં આવશે.

સાથે સાથે મહિલા કેન્દ્રિત રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ, આજીવિકા કાર્યક્રમો, સ્વરોજગાર, સ્ટાર્ટઅપ સહાય, સહકારી પહેલો અને મહિલા કલ્યાણ સંબંધિત યોજનાઓ અંગે વ્યાપક જાગૃતિ ફેલાવવામાં આવશે. આ મેળો મહિલા આગેવાની હેઠળના સામાજિક અને આર્થિક પરિવર્તનને નવી દિશા આપશે અને નારી શક્તિને પ્રેરણા પૂરી પાડશે.વધુમાં સ્કૂલો, કોલેજોના વિદ્યાથીઓ તેમજ જાહેર જનતા માટે વકતૃત્વ સ્પર્ધાઓ, નારી સશક્તિકરણ, સ્વદેશી અપનાવો (વોકલ ફોર લોકલ) અને આત્મનિર્ભર ભારત@૨૦૪૭ ની થીમ ઉપર આયોજન કરવામાં આવેલ છે.

મહિલાઓ દ્વારા પ્રેરણાત્મક ટોક શો, સન્માન સમારોહ અને ઉદ્યોગ સાહસિકો સાથે ચર્ચા કરવામાં આવશે. બિઝનેશ ટુ બિઝનેશ લિન્કેજ, બાયર સેલર મીટ અને ઈ-કોમર્સ જોડાણ દ્વારા માર્કેટ એક્સેસ માટેનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ જિલ્લા સ્તરીય “સશક્ત નારી મેળા”ની મુલાકાત લઈ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા જિલ્લાના નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %