તા.૧૫/૧૨/૨૦૨૫ ને સોમવાર સવારે ૧૦:૦૦ કલાકે ભાથીજી મંદિર, સલાટીયા ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના (MMGSY)અંતર્ગત રૂ. ૧૨૫.૦૦ લાખનાખર્ચે લંબાઈ 2000 મીટર સલાટીયાપુરા ફાટક નંબર ૨૬૧ થી નેશનલ હાઈવેને જોડતા નવીન રોડ ની ભૂમિપૂજન, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના (MMGSY) અંતર્ગત રૂ. ૨૨૩.૦૦ લાખ ના ખર્ચે લંબાઈ ૧૦૦૦ મીટર લાંભવેલ મોટી ખોડિયાર માતા રોડના વાઈડનિંગ ની કામગીરી નું ભૂમિપૂજન મોટી ખોડિયાર માતા મંદિર સવારે ૧૦:૩૦ વાગે ધારાસભ્યશ્રી, આણંદ વિધાનસભા ધારાસભ્યશ્રી, યોગેશ આર. પટેલ (બાપજી) વરદૃહસ્તે કરવામાં આવ્યું, આ માર્ગ બનતા આણંદ શહેરમાં થી વડોદરા અમદાવાદ ડાકોર જવા માટે નગરજનો ને એક વધુ વિકલ્પ મળતા શહેર ના ટ્રાફિક ભારણ હળવું થવા ની સાથે સગવડતા માં ઉમેરો થવાથી નગરજનો માં આનંદ અને ખુશી ની લાગણી પ્રસરી જવા પામી હતી.
આ પ્રસંગે આણંદ શહેર સંગઠન પ્રમુખ હરિકૃષ્ણ પટેલ, શહેર મહામંત્રી હિરેન પટેલ, રાજુભાઈ પઢીયાર, પૂર્વ કાઉન્સિલર કરીશ્માબેન ફિરોજભાઈ વહોરા.કાલીલાઈટ, પૂર્વ કાઉન્સિલર સચીન પટેલ, પૂર્વ શહેર મહામંત્રીઓ સ્વપ્નીલ પટેલ, અમીત ઠાકોર, શહેર આઈ.ટી.રોહન શાહ, જિલ્લા ભાજપ લઘુ.મોરચા.કાર્યાલય મંત્રી,ફારૂક ખેડાવાલા.બુથ પ્રમુખ સાજીદ વહોરા, રાજેન્દ્ર ઠાકોર, (લાલાભાઈ) મહીલા મોરચા પ્રમુખ દિપીકા બેન તથા મોટી સંખ્યા માં રહીશો હાજર રહ્યા હતા.
(રિપોર્ટર: અનવર બહાદરપુરવાલા,આણંદ)






Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.